

પીપલ ઓફ ઈન્ડિયા મેગેઝિન, નવી દિલ્હી દ્વારા તાજેતરમાં શ્રેષ્ઠ સાંસદ ૨૦૨૩ નો સર્વે કરાયો હતો જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી શ્રેષ્ઠ ૨૫ સાંસદોની પસંદગી કરવામાં આવી છે આ ૨૫ શ્રેષ્ઠ સાંસદો ની યાદીમાં ગુજરાત અમદાવાદ પશ્ચિમ લોકસભા મતક્ષેત્રના લોકપ્રિય પ્રભાવશાળી સાંસદશ્રી ડૉ.કિરીટભાઈ સોલંકી ની પસંદગી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છેકે ડૉ. કિરીટભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી સતત ત્રીજા ટર્મ થી જંગી મતોથી વિજય બનતા આવ્યા છે ડૉ. કિરીટભાઈ સોલંકી નો જન્મ ૧૭ જૂન ૧૯૫૦ માં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામમાં થયો હતો તેઓએ શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ થી મેડિકલનો અભ્યાસ કરેલ છે. પીપલ્સ ઓફ ઈન્ડિયા મેગેઝિન દ્વારા લોકસભા દ્વારા ઉપલબ્ધ કરાયેલ માહિતી ને ધ્યાનમાં લઈ તેમજ આમ નાગરિકો, જનપ્રતિનિધિઓ, પત્રકારો તેમજ અન્ય જગ્યાએ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેમજ તેઓના અભિપ્રાયના આધારે તેમજ શ્રેષ્ઠ સાંસદ માટેનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે આ સર્વેક્ષણમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા મતક્ષેત્રના લોકપ્રિય પ્રભાવશાળી સાંસદશ્રી ડૉ.કિરીટભાઈ સોલંકી ની શ્રેષ્ઠ સાંસદ તરીકે પસંદગી રાજકીય, સામાજિક આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.