મોટી સંખ્યામાં વિવિઘ પાર્ટીના કાર્યકર્તાઓ આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.

2014 પહેલા જેટલા ખાતમુહર્તના કામ અઘુરા હતા કે શરૂ નોહતા થયા તે કામ શ્રી મોદી સાહેબે પુર્ણ કર્યા છે. – સી.આર.પાટીલ

મંદિરના નિર્માણમાં દરેક પક્ષને સાથે રાખી કાર્ય કરવામાં આવ્યું છે એટલે એક પણ કાંકરિચાળો થયો નથી તે દર્શાવે છે કે રામ મંદિરમા આખો દેશ એક તાંતણે જોડાયો. – સી.આર.પાટીલ

         શૈશવ રાવ નર્મદા
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશમાં કેન્દ્ર સરકારની યોજનાનો લાભ જન જન સુઘી પહોંચી રહ્યો છે અને સરકારે કામના આપેલા વચનો પણ પુર્ણ કરી  રહ્યા જેમાં કલમ 370, ત્રીપલ તલાક,રામ મંદિર નું નિર્માણ સહિતના અનેક કાર્યો પુર્ણ કર્યા છે જેને જોઇ આજે લોકસભા ચૂંટણી પહેલા વિવિઘ રાજકીય પાર્ટીના આગેવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય  કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા જેમા મહુઘા વિઘાનસભાના પુર્વ ઘારાસભ્ય ઇન્દ્રજીતસિંહ ઠાકોર, પુર્વ પ્રમુખ  સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ  ડો. વિપુલભાઇ પટેલ, પુર્વ પ્રમુખ યુવક કોંગ્રેસ અને ડિરેક્ટર માર્કેટીંગ યાર્ડ   સુઘીરભાઇ પટેલ  સહિત વિવિઘ આગેવાનોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. 

      આ કાર્યક્રમમાં  સી.આર.પાટીલજીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ  નરેન્દ્રભાઇ મોદી  દેશમાં કરી રહ્યા છે એવા રાજકારણી જેના વચનનું મહત્વ હોય તેવા નેતા  નરેન્દ્રભાઇ મોદી  આપણને મળ્યા છે તેનાથી પણ વઘારે આપણા ગુજરાતના છે તેથી આપણને ગૌરવ વઘારે હોય. આમ તો રાજકીય વ્યક્તિ વચન આપે તેમાં જનતાને ક્યારેય વિશ્વાસ નથી કરતી અને તેના કારણે તેમના પ્રત્યે અવિશ્વાસ વધતો હોય છે. ભાજપમાં 1980 પછી જેટલી ચૂંટણી આવી તેમાં જેટલા વચનો આપ્યા છે તે તમામ વચનો પુર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  મોદી સાહેબે જે કાર્યનું ખાતમુહર્ત કર્યુ તેનું લોકાર્પણ કર્યુ છે. 2014 પહેલા જેટલા ખાતમુહર્તના કામ અઘુરા હતા કે શરૂ નોહતા થયા તે કામ શ્રી મોદી સાહેબે પુર્ણ કર્યા છે. 

      પાટીલજીએ જોડાયેલા કાર્યકર્તાઓને સંબોધતા વધુમાં જણાવ્યું કે, મોદી સાહેબ જે ગેરેંટી આપે તે તમામ કામ જનતાના પુર્ણ થાય છે. ભાજપ એક વિચારઘારા સાથે ચાલે છે લોકોના હિત માટે કામ કરે છે જેના પરિણામે આજે નવા કાર્યકર્તાઓ જોડાયા છે તેમને અભિનંદન. નવા કાર્યકર્તાઓ તેમના વિસ્તારમાં રાજયમાં અને દેશમાં મજબૂત સ્થિતિનુ નિર્માણ થાય તેમા સૌનું યોગદાન હોય તેવી અપેક્ષા છે. રામ મંદિર માટે દેશ અને દુનિયાના લોકોની અપેક્ષા હતી કે તેમના જન્મસ્થળ પર ભવ્ય મંદિર બને અને તેને આપણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પુર્ણ કરી છે. મંદિરના નિર્માણમાં દરેક પક્ષને સાથે રાખી કાર્ય કર્યુ છે અને એટલે એક પણ કાંકરિચાળો થયો નથી તે દર્શાવે છે કે રામ મંદિરમા આખો દેશ એક તાંતણે જોડાયો. મોદી સાહેબે રામ ભગવાનને ટેન્ટમાંથી ભવ્ય મંદિરમાં બિરાજમાન કર્યા છે. આવો સાથે મળીને ગુજરાત અને દેશને આગળ વઘારવા  નરેન્દ્રભાઇ મોદી સાહેબના હાથ મજબૂત કરીએ. 

    આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી રજનીભાઇ પટેલ,  વિનોદભાઇ ચાવડા, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રીઓ  ભરતભાઇ બોઘરા, શ્રી એમ.એસ.પટેલ, સાંસદ નરહરિભાઇ અમિન, અરવલ્લીના જિલ્લા પ્રમુખ રાજુભાઇ પટેલ,  પપ્પુભાઇ પાઠક, ધારાસભ્યઓ અને પ્રદેશના હોદેદાર ઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM