ડીસામાં શ્રી રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં 2111 દીપ પ્રગટાવી મહાઆરતી યોજાઇ

હીન્દુ યુવા સંગઠન દ્વારા રામજી મંદિરથી વિશાળ શોભાયાત્રા યોજાઇ

અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ-પ્રતિષ્ઠાને લઇને સમગ્ર દેશની જનતા ભક્તિના રંગે રંગાઇ છે. ત્યારે ડીસામાં હીન્દુ યુવા સંગઠન દ્વારા શ્રી રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રંગેચંગે કરાઇ હતી. જ્યારે હીન્દુ યુવા સંગઠન દ્વારા રામજી મંદિરથી મહાઆરતી કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે પ્રસંગને દીપાવવા શહેરના રાજમાર્ગોને લાઇટોથી ઝગમગાવવામાં આવ્યા હતા. દિવાળીના માહોલની જેમ રંગેચંગે ઉજવણી કરાઇ હતી. જ્યારે ડીસામાં હીન્દુ યુવા સંગઠન દ્વારા શ્રી રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. જેમાં વિવિધ ઝાંખીઓમાં રામ ભગવાન સહીત તમામ ધાર્મિક ઝાંખીઓ ઉપસ્થિત રહી હતી. ત્યારે વિવિધ કરતબો યુવાનો અને યુવતીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં ભજન મંડળીઓ અને ડી.જે. ના તાલે ભાવિક ભક્તો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામના સૂત્રોચ્ચારથી ઝૂમી ઉઠ્યા હતા. જ્યારે ડીસા શહેર દક્ષિણ પી.આઇ. એચ.આર. દેસાઇ સહીત પોલીસનો કાફલો ચૂસ્ત બંદોબસ્ત સાથે ઉપસ્થિત રહ્યો હતો.
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રી રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં રામભકતો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રામ ભગવાનની શોભાયાત્રા રામજી મંદિરથી શરૂ કરાઇ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર થઇ પરત બગીચે સમાપન કર્યું હતું અને ત્યારબાદ બગીચે 2111 દીપ પ્રગટાવી મહાઆરતી યોજાઇ હતી. દરેક વોર્ડ અને સોસાયટીમાં જઇ અને બધાને સાથે રાખી દિવાળીની જેમ ખૂબ જોરદાર ઉજવણી કરી હતી.’
આ પ્રસંગે ડીસા હીન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોની, દીપકભાઇ કચ્છવા અને સાથી મિત્રો દ્વારા આ શોભાયાત્રા ને સફળ બનાવી હતી
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *