સુરત જિલ્લામાં તા.૧૪ જાન્યુઆરી થી તા.૨૨ જાન્યુઆરી જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો, મંદિરોમાં “વિશેષ સ્વચ્છતા અભિયાન” યોજાયું મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, સભ્યોએ જોડાઈને જિલ્લાના ૨૫૮ મંદિરો સ્વચ્છ કર્યા

સુરતઃ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરી છે. તાજેતરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ વતી આ કાર્યક્રમને વેગવંતો બનાવવામાં આવ્યો હતો. જે ધ્યાને લઈને વડાપ્રધાનશ્રીના અનુરોધને ધ્યાને લઈને તા. ૧૪ થી તારીખ ૨૨ જાન્યુ. સુધી દેશભરના તમામ નાના-મોટા ધાર્મિક સ્થળો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સફાઈ હાથ ધરી ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા માટે સવ્ચ્છતા અભિયાન યોજાયું હતું. “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના સૂત્રને સાર્થક સુરત જિલ્લામાં પણ ૨૫૮ નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુદઢ બનાવવા જન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરતને નોડલ અધિકારી દ્વારા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં આવેલ ધાર્મિક સ્થળની સફાઈની કામગીરીનું અસરકારક મોનિટરિંગ કરીને સ્વચ્છતા અભિયાન વેગવંતુ બનાવ્યું હતું. તા.૧૪ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી સુધીના સફાઈ અભિયાનમાં મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, સભ્યો, ધાર્મિક સંગઠનો વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અભિયાન સફળ નિવડ્યું હતું. સમગ્ર ધાર્મિક સ્થળોના વિસ્તારમાં તથા આજુબાજુના વિસ્તારમાં ઉત્પન્ન થતા કચરાને તે જ દિવસે નિશ્ચિત ડમ્પિંગ સાઇડ ઉપર યોગ્ય નિકાલ કરવા ડમ્પિંગ સાઇડ ઉપર કચરાનું વર્ગીકરણ કરી કચરો ના આખરી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગત તા.૨ ઓક્ટોબર, ૨૦૨૩થી યોજાયેલ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના ૬૯૪ ગામો સ્વચ્છ બન્યા છે અને ધર્મસ્થાનોની સ્વચ્છતામાં તા.૧૪થી ૨૨ જાન્યુ.-૨૦૨૪ સુધીમાં જિલ્લાના ૨૫૮ મંદિરોમાં મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયને મંદિરોની ધાર્મિક સ્થળોણા સફાઈના કાર્યક્રમોનો શુભારંભ તારીખ ૧૪ જાન્યુઆરી થી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલણા હસ્તે ઓલપાડ તાલુકાના સરસ ગામે રામજી મંદિર સઘન સાફ-સફાઈ કરી હતી. તથા અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે ઓલપાડ તાલુકાના સરસ ગામે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી. કે. વસાવાએ રામજી મંદિરની સાફ સફાઈ કરી પૂજા અર્ચના કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ સાથે સિધ્ધનાથ મહાદેવ દાદાની પૂજા અર્ચના કરી હતી. આ અવસરે કલેકટરશ્રીએ પ્રભુશ્રી રામની પૂજા અર્ચના કરી રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સુખાકારીની કામના કરી હતી. રામમય બનેલા સમગ્ર દેશ સહિત સુરત જિલ્લાના નાના મોટા દરેક મંદિરોને સ્વચ્છ રાખવાનો અનુરોધ કર્યો હતો. પર્યાવરણ, પશુ-પક્ષીઓ તેમજ પૃથ્વી પરના તમામ જીવોના રક્ષણ માટે આપણા રોજિંદા જીવનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા ભારપૂર્વક અપીલ કરી હતી. સ્વચ્છતા અભિયાનને વ્યાપક બનાવવા ગ્રામજનોને મંદિરો અને તેની આસપાસના સ્થળોએ કચરો નહીં નાખવા તેમજ તમામ ધાર્મિક સ્થળોને હર હંમેશ સ્વચ્છ અને સુંદર રાખવા નાગરિકોને જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે અનુરોધ કર્યો હતો. સફાઈ ઝુંબેશમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી. પ્રજાપતિ, જિલ્લા કોર્ડીનેટરશ્રી (સ્વચ્છ ભારત મિશન) ગ્રામીણ દિપકભાઈ ગાયકવાડ, તા. પંચાયત પ્રમુખ સુશ્રી નીતાબેન પટેલ, ઉપપ્રમુખશ્રી કિરણભાઇ પટેલ, સરપંચ હિતેશભાઈ, તાલુકા પંચાયત સભ્ય સરલાબેન, મુકેશભાઈ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, સામાજિક કાર્યકર્તા પ્રવિણભાઈ સહિત અધિકારીઓ, સફાઈકર્મીઓ તથા ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન મંદિર ગામની શેરીઓ,રસ્તાઓ,મુખ્યરોડ,જાહેરસ્થળો, તેમજ ઘરે ઘરે થી ઉઘરાવવામાં આવતો કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM