વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી ડર તથા મૂંઝવણ દૂર કરવા સાથે પરીક્ષાને લગતી સમસ્યાઓનું સમાધાન મેળવવામાં આ સંવાદ મદદરૂપ થશે: રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા

પરીક્ષા પે ચર્ચા

પરીક્ષા પે ચર્ચા – ૨૦૨૪ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓએ સાથે કર્યો સંવાદ દરેક પડકારોને ઝીલવા માટે પોતાને પ્રેરિત કરો

જીવનમાં આગળ વધવા માટે તંદુરસ્ત સ્પર્ધા હોવી જરૂરી ટેકનોલોજીનો વિવેક બુદ્ધિથી ઉપયોગ કરો

વડોદરામાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ બરોડા હાઇસ્કુલ ખાતે વડાપ્રધાનશ્રીના વિદ્યાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું
(વડોદરા, નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ પરીક્ષા પે ચર્ચાની સાતમી કડીના પ્રારંભે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, જી-૨૦ દેશોના વડાઓએ વિશ્વના ભવિષ્યની ચિંતા કરી હતી એ જ સ્થળે આપને પરીક્ષા પે ચર્ચા કરી રહ્યા છીએ. તણાવમુક્ત પરીક્ષા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓને સામર્થ્યવાન બની દરેક પડકારોને ઝીલવા માટે પોતાને પ્રેરિત કરી તૈયાર રહેવા જણાવ્યું હતું.
વડોદરામાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ બરોડા હાઇસ્કુલ ખાતે પરીક્ષા પે ચર્ચા -૨૦૨૪ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિદ્યાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
તેમણે ઉમેર્યું કે સ્પર્ધા અને પડકારો વિનાનું જીવન પ્રેરણા ચેતના હિન બની જાય છે,ત્યારે જીવનમાં આગળ વધવા માટે તંદુરસ્ત સ્પર્ધા હોવી જરૂરી છે.તેમણે વિદ્યાર્થીઓને પોતાની જાત સાથે સ્પર્ધા કરી ઈર્ષા ભાવ વગર જીવનમાં આગળ વધવાની શીખ આપી હતી. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ માત્ર પરીક્ષા પૂરતો નહિ પરંતુ તે નિરંતર આગળ વધતો રહેવો જોઈએ તેમ જણાવતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે,સિલેબસથી બહાર નીકળી શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે જોડાશે તો વિદ્યાર્થીઓ તેમની સાથે મનની વાત કરશે જેથી પરીક્ષા સમયે તણાવની સંભાવના ઓછી થશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન માટે તંદુરસ્ત હોવું જરૂરી છે. તે માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે.સાંપ્રત સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ પણ જરૂરી બન્યો છે,ત્યારે તેનો વિવેક બુદ્ધિથી ઉપયોગ કરવાની તેમણે શીખ આપી હતી. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ,મેયર શ્રીમતી પિન્કીબેન સોની,સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ,ધારાસભ્યો સર્વ શ્રી મનીષાબેન વકીલ,કેયુરભાઈ રોકડિયા,કલેકટર શ્રી અતુલ ગોર,જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાકેશ વ્યાસ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશ પાંડે,શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM