શ્રી ગાંધીધામ લોહાણા મહાજન ની સામાન્ય સભા ટ્રસ્ટી શ્રી મોહનભાઇ ધારશી રામાણી દ્વારા પ્રાર્થના બાદ ગત સમય માં અવસાન પામેલ જ્ઞાતિજનો ને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ.


શ્રી ગાંધીધામ લોહાણા મહાજન ની સામાન્ય સભા રવિવાર તા :28-01-2024 ના રોજ જૂની લોહાણા મહાજન વાડી ખાતે મળેલ. શરૂઆત માં ટ્રસ્ટી શ્રી મોહનભાઇ ધારશી રામાણી દ્વારા પ્રાર્થના બાદ ગત સમય માં અવસાન પામેલ જ્ઞાતિજનો ને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ત્યાર બાદ એજન્ડા મુજબ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. ગત સામાન્ય સભા ની મિનિટ્સ નું વાંચન કરવામાં આવેલ જેને વિશાળ સંખ્યા માં ઉપસ્થિત જ્ઞાતિજનો એ હાથ ઉપર કરી સમર્થન આપી બહાલી આપેલ. ગત બે વર્ષ નો કામગીરી નો વિસ્તૃત અહેવાલ પ્રમુખશ્રી પરેશભાઈ ઠક્કર દ્વારા રજુ કરવામાં આવેલ જેને ઉપસ્થિત જ્ઞાતિજનો એ તાડીયો ના ગણગનાટ સાથે વધાવી બહાલી આપેલ. મંત્રીશ્રી રમેશભાઈ મજેઠિયા દ્વારા ગત બે વર્ષ ના ઓડિટેડ હિસાબો રજુ કરેલ જેને બહાલ કરવામાં આવેલ અને આગામી બે વર્ષ માટે મેં. લાલકા એન્ડ લાલકા એલ એલ પી ને ઓડિટર નિયુક્તિ ને બહાલી આપવામાં આવેલ. આગામી બે વર્ષ માટે 7 ટ્રસ્ટી ઓ ની તથા 15 કારોબારી સમિતિ સભ્યો ની નિમણુંક એજન્ડા પર જ્ઞાતિ અગ્રણી શ્રી જયેશભાઈ રાજદે દ્વારા આ બાબતે પરિવારજનો માં વિસ્તૃત ચર્ચા વિચારણા ને અવકાશ આપવા આ એજન્ડા ને નિર્ણય અર્થે હવે પછી સામાન્ય સભા બોલાવી તેમાં રાખવા ની દરખાસ્ત ને ઉપસ્થિત ટ્રસ્ટી શ્રીઓ એ સમર્થન આપતા ઉપસ્થિત જ્ઞાતિજનો એ આ દરખાસ્ત બહાલ કરેલ ટ્રસ્ટી શ્રી દિનેશભાઇ જોબનપુત્રા એ આ માટે પરીવાર અગ્રણીઓની જરૂરી બેઠક બોલાવી નિર્ણય લેવા સૂચન કરેલ. પ્રમુખશ્રી ની મંજૂરી થી માન. ટ્રસ્ટી શ્રી દિનેશભાઇ જોબનપુત્રા એ શ્રી ગાંધીધામ લોહાણા મહાજન ના બંધારણ માં ફેરફાર અર્થે ની દરખાસ્ત 2015 થી લંબીત હોઈ એ દરખાસ્ત માં ફેરફાર ના જે તે સમય ના સુધારાઓ ને વર્તમાન પરિસ્થિતિ સાથે મુલવી જરૂરી નિર્ણય લેવા આગામી કારોબારી સમિતિ માં ચર્ચા વિચારણા કરવા સૂચન કરેલ જેને ઉપસ્થિત જ્ઞાતિજનો એ સમર્થન કરી બહાલ કરેલ. અન્ય કોઈ બાબત ના હોતા ત્યારબાદ પ્રાર્થના બોલાવી સૌ સભ્યો ને અલ્પ હાર લઇ ને જ જવા પ્રમુખશ્રી આગ્રહ કરી મિટિંગ પૂર્ણ જાહેર કરેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *