
સ્વચ્છતા અભિયાનએ રાજ્યની પ્રજાનું આપણા સૌનું અભિયાન બનવું જોઈએ:- આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી

વૈશ્વિક ફલક પર દેશને ગૌરવ અપાવનારા અને વિકસિત ભારત 2047 નું સ્વપ્ન સાકાર થઈ રહ્યું હોવાનો દેશની પ્રજાને અહેસાસ કરાવનારા અને દેશની પ્રજામાં આત્મ વિશ્વાસ જગાડનારા વૈશ્વિક ગૌરવરૂપ ,યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પ્રજાના જાહેર આરોગ્યની સુરક્ષા માટે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનો સંજીવની મંત્ર
આપી દેશની મહામૂલી જનતા જનાર્દનને સ્વચ્છતા થકી આરોગ્ય પ્રત્યે જાગૃત કરવાનું પ્રશંશનીય કાર્ય કર્યું છે
વડાપ્રધાનશ્રીની પ્રજાના જાહેર આરોગ્યની ચિંતા કરતી અપીલને પગલે ભારત દેશના ગૌરવરૂપ રાજ્ય અને ગુજરાત સરકારના આદરણીય મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત અભિયાન અમલમાં મૂકવામાં આવેલ છે
રાજ્યમાં ચાલી રહેલ સ્વચ્છતા અભિયાન ના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર રોડ ઉપર થૂંકી ગંદકી કરનારાને ઘરે ઈ – મેમો મોકલીને દંડ ની વસુલાત કરવાની જે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેની જાહેર જનતામાં ખુબજ પ્રશંસા થઈ રહી છે
રાજ્યની પ્રજાના જાહેર આરોગ્યની સુરક્ષા માટે સમગ્ર રાજ્યમાં આ પ્રકારે પ્રસંસનીય કામગીરી થાય તે ખુબજ જરૂરી છે સાથે સાથે વ્યાપાર ધંધો કરીને જાહેરમાં ગંદકી કરીને પ્રજાના આરોગ્યને જોખમમાં મૂકનારા સામે પણ દંડનીય કાર્યવાહીની જુમ્બેશ ચાલુ રાખવી જોઈએ.
જાહેર જનતાએ પણ રાજ્ય સરકાર દ્વારા અમલી સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના મહા અભિયાનમા પોતાનો સંપૂર્ણ સહયોગ આપી દરેકે પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરવા આગળ આવવું જોઈએ એમ જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું.