મહુવા તાલુકા ભાજપા સંગઠન દ્વારા જિલ્લા પંચાયત સ્તરીય “ગાંવ ચાલો અભિયાન” કાર્યશાળા યોજાઈ

      રિપોર્ટ, મયુર પટેલ
 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા દસ વર્ષ માં ગરીબ કલ્યાણ, મહિલા સશિતકરણ, આંતરીક સુરક્ષા, બાહ્ય સુરક્ષા,સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દૃષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્વાસ કેળવીને ૨૦૨૪ ની આગામી લોકસભાની ચૂંટણીમાં પુનઃ સમર્થન મેળવવાના ઉદ્દેશ્ય ને પુર્ણ કરવા કેન્દ્રની યોજના અનુસાર"ગાંવ ચાલો અભિયાન"  હેઠળ મહુવા તાલુકાના તમામ ગામોમાં કાર્યકર્તાઓ રાત્રિ રોકાણ સહિત ૨૪ કલાક સોંપેલ બુથોમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે જશે.  સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રીમતી ઉષાબેન  પટેલ, અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાઠોડ, ઝોનલ મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક ના માર્ગદર્શન હેઠળ મહુવા તાલુકાની તમામ જીલાપંચાયતો ના સંયોજકૉ અને પ્રવકતાંઓ જીનેશભાઈ ભાવસાર, રીટાબેન પટેલ,રાકેશભાઈ પટેલ,સંગીતાબેન આહીર ,તુષારભાઈ પટેલ, હિતેશભાઈ નાયક,હેમંતભાઈ ચૌધરી દ્વારા કાર્યશાળાનું આયોજન કરી   પ્રવાસી કાર્યકર્તાઓ તેમજ બુથ સંયોજકૉ ને પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના પ્રેરણા સ્ત્રોત એવા પંડિત દિન દયાળ ઉપાધ્યાયજી ના એકાત્મક માનવવાદ અને અંત્યોદય ના સૂત્રને ચરિતાર્થ કરવા માટે તમામ પ્રવાસી કાર્યકર્તાઓ તાલુકાના સમગ્ર બુથો ઉપર પોતાનુ સમય દાન આપશે.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબના ગુજરાત ની તમામ લોકસભા બેઠકો 5 લાખથી વધુ મતોની સરસાઈથી જીતવાના સંકલ્પને ફળીભૂત કરવા બારડોલી લોકસભા બેઠક હેઠળ આવતા મહુવા તાલુકાના તમામ પ્રવાસી કાર્યકર્તા બુથ પ્રવાસ કરી અને ગાંવ ચાલો અભિયાન ને સફળ બનાવવા આવનાર દિવસોમાં જન જન નો સંપર્ક સાધશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *