પ્રધાનમંત્રી આવાસ થકી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનું પોતીકા ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છેઃ આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિ

પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં માંડવી ખાતે રૂ.૨૨.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા ૧૫૫૨ સુવિધાયુક્ત આવાસોનું લોકાર્પણ અને ૩૫૫ આવાસોનું ખાતમુહૂર્ત કરાયું

આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિઃ

મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજયભરમાં નિર્માણ કરાયેલા સવા લાખથી વધુ પી.એમ.આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત BLC આવાસોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ તથા ઈ-ગૃહ પ્રવેશ કરાયો હતો. જેના ભાગરૂપે માંડવી સ્થિત માંડવી નગર પાલિકા ગાઉન્ડ ખાતે આદિજાતિ આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી વિધાનસભા વિસ્તારના રૂ.૨૨.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા ૧૫૫૨ સુવિધાયુક્ત આવાસોનું લોકાર્પણ અને ૩૫૫ આવાસનું ખાતમુર્હુત કરાયું હતું
આ પ્રસંગે પોતાનું ઘર મેળવનારા લાભાર્થીઓને અભિનંદન પાઠવતા આદિજાતિ રાજ્યમંત્રીએ માંડવીમાં વસતા લોકોને અપાતી સુવિધાઓ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના દેશભરમાં અમલી બનાવી છે. જે થકી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોનું પોતીકા ઘરના ઘરનું સ્વપ્ન સાકારિત થઈ રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ૨૪ કલાક વીજળી મળવાથી સરકારે ઉત્તરોઉત્તર ઉદ્યોગો, આરોગ્ય, રોજગારી, શિક્ષણ, પાણી, રહેઠાણ અને અનાજને લગતી અનેકવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે. ભવિષ્યમાં પણ આ જ રીતે કાર્ય કરવાની રાજ્ય સરકારની કટિબદ્ધતા મંત્રીએ વ્યકત કરી હતી.
નવા આવાસો રૂપી ભેટ મેળવતા પરિવારોને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે સુખ શાંતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, ઘરના ઘરનું સ્વપ્ન સૌ કોઈની પ્રાથમિકતા હોય છે. સ્ત્રી લાભાર્થીઓના નામે આવાસો ફાળવવાના કારણે મહિલાઓ આત્મસન્માનની લાગણી અનુભવતી થઈ છે. સમયાંતરે અમલમાં આવતી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જરૂરિયાતમંદ નાગરિકોના જીવનમાં ઉજાશ પથરાયો છે.
આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઘરનું ઘર બનાવવાનું માનવીનું એક સ્વપ્ન હોય છે,ત્યારે આ સ્વપ્ન પુર્ણ કરવા માટે સરકાર સહયોગ આપી રહી છે. ગુજરાતમાં એક લાખથી વધુ આવાસોના લોકાર્પણ અને ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે,ત્યારે સુરત જિલ્લામા માંડવીમાં ૧૫૫૨, માંગરોળમાં ૨૧૭૧, મહુવામાં ૬૦૨, બારડોલીમાં ૫૭૫, કામરેજ-ઓલપાડમાં ૪૦ એમ કુલ મળીને ૪,૯૪૦ આવાસોનું કામ પુર્ણ થયું છે.
આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી,સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિતીબેન ગામીત, માંડવી નગરપાલિકા પ્રમુખશ્રી નિમેષ શાહ,માંડવી નાયબ ક્લેક્ટરશ્રી, માંડવી મામલતદારશ્રી, માંડવી તાલુકા વિકાસ અધિકારીશ્રી,મદદનીશ ખેતી નિયામકશ્રી, માંડવી તાલુકા આરોગ્ય અધિકારીશ્રી રવિન્દ્રસિંહ સોલંકી, આવાસોના લાભાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM