આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષસ્થાને અરેઠ વિસ્તારમાં ચાલતી સ્ટોન ક્વોરીના પ્રશ્નોના નિવારણ માટે પ્રજાજનો,ક્વોરીના માલિકો અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને માંડવી પ્રાંત કચેરી ખાતે અરેઠ વિસ્તારમાં ચાલતી સ્ટોન ક્વોરી પ્રશ્નોના નિવારણ માટે પ્રજાજનો,ક્વોરીના માલિકો અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે,માંડવીના અરેઠ ગામે પથ્થરો તોડવાની સ્ટોન ક્વોરીઓ આવેલી છે. આ પથ્થરો તોડવા માટે થતા બ્લાસ્ટને લઈને ગામના ઘરો અને ખેતીવાડીઓમાં નુકસાન થઇ રહ્યું હોવાથી ગ્રામજનોએ સ્ટોન ક્વોરી બંધ કરવા માટે રજુઆત કરી છે, જેને પગલે વિભાગ દ્વારા એક તપાસ સમિતિની બનાવવામાં આવી છે,જે તા.૨૯ ફેબ્રુઆરી સુધી કવોરીના સ્થળની તપાસ કરી અહેવાલ રજુ કરશે.ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.અરેઠ વિસ્તારના લોકોને ક્વોરીથી નુકશાન થઇ રહ્યું હોવાથી તપાસ પુર્ણ ન થાય ત્યાં સુધી સ્ટોન ક્વોરી બંધ રાખવા માટે રાજ્યમંત્રીશ્રીએ કવોરીના માલિકોને સુચના આપી હતી.
આ બેઠકમાં એએસપીશ્રી નિધિ ઠાકોર, માંડવી પ્રાંત અધિકારીશ્રી કૌશિકભાઇ જાદવ, નાયબ પોલિસ અધિક્ષકશ્રી બી.કે.વનાર, સુરત ભૂસ્તર અધિકારીશ્રી ડી. કે. પટેલ, માંડવી પી.આઇ હેમંત પટેલ, માંડવી મલતદારશ્રી, એલસીબી પીઆઇશ્રી આર.બી.ભટોડ, એસઓજી પીઆઇશ્રી બી.જી.ઇશરાની, સહિત કવોરી માલિકો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતા.
-૦૦-

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *