આહવા તાલુકાના ગોંડલવિહિર, ટાંકલીપાડા, મોરઝીરા, અને ડોન ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના કાર્યક્રમો યોજાયા ચાર ગામોમાં કુલ ૨૦૮૧ લોકોએ ભાગ લીધો

ગ્રામજનોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી દેશ સમસ્તમાં, જનહિતલક્ષી યોજનાઓના લાભથી પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે, જનજાગૃતિ કેળવવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામા આવ્યો છે.

આ યાત્રાના માધ્યમથી છેવાડાના લોકો સુધી પહોંચી, સરકારી યોજનાઓની જાણકારી અને તેનો લાભ પુરો પાડવા માટે સરકાર સંકલ્પબદ્ધ હોવાની પ્રતીતિ સાથે, પ્રજાજનોને મળવાપાત્ર લાભો સહિત અનેક સેવાઓ ઘરઆંગણે પુરી પાડવામાં આવી રહી છે.

તા.૧૫મી ફેબ્રુઆરીના રોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગોંડલવિહિર, ટાંકલીપાડા, મોરઝીરા, અને ડોન ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચી હતી. જેમા કુલ ૨૦૮૧ લોકોએ યાત્રામા ભાગ લઇ, વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો. સાથે જ અહિ વિવધ કાર્યક્રમો પણ યોજાયા હતા.

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સાથે ગામમા વિશેષ ‘ગ્રામસભા’, તબીબી નિદાન અને સારવાર કેમ્પ, પશુ આરોગ્ય મેળા, શૈક્ષણિક સ્પર્ધાઓ, ક્વિઝ કોમ્પિટિશન, ગામના ગૌરવનુ સન્માન સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તા.૧૬મી ફેબ્રુઆરીએ યોજાયેલ ‘યાત્રા’માં આ ચાર ગામોના કુલ ૨૦૮૧ ગ્રામજનો જોડાયા હતા. દરમિયાન આ ગામોના કુલ ૮૦૪ લોકોએ અહીં આયોજિત આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. જેમા ૬૩ વ્યક્તિઓનુ ટી.બી સ્ક્રિનીંગ, તથા ૩૯ જેટલા લોકોનું સિકલસેલનું સ્ક્રિનીંગ પણ હાથ ધરાયુ હતુ. સાથે પી.એમ.જે.વાય-મા યોજના, એન.સી.ડી., આભા આઇ-ડી અને વેકસીનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

‘સંકલ્પ યાત્રા’ ના સથવારે ૩ મહિલાઓ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. તો ૧૬ વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામા આવ્યા હતા.

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨’ ના કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી સહિત પ્રશાસનિક અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, સરપંચ, આંગણવાડી બહેનો, આશા બહેનો, લાભાર્થીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM