

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
રિપોર્ટ, મયુર પટેલ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના કઢૈયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.સી મહાલા સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાના અધિકારી, કમૅચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધી યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમાપનના અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ,પશુપાલન વિભાગ, જનસેવા કેન્દ્ર,આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે ભગવાનપુરા ગામે TDOશ્રી પી.સી. માહલા, સરપંચશ્રી પ્રતિભાબેન પટેલ, મેડિકલ ઓફિસર કૌશિકભાઈ મહેતા, વલવાડા મુખ્ય સેવિકા હિરલબેન, પ્રાથમિક શાળાના શિક્ષક,ગામના સભ્ય સહિત અગ્રણીઓ,આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી, ગ્રામ પંચાયતના સભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.