શ્રી અનાવલ વિભાગ કેળવણી મંડળ, અનાવલના પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઇ

રિપોર્ટ,મયુર પટેલ

મહુવા તાલુકાના અનાવલ ખાતે ખુ.લા.પટેલ અને વલ્લભ માનવ ઉદ્ધારક મંડળ સંચાલિત અનાવલ સાર્વજનિક હાઈસ્કૂલ સંચાલક મંડળની ચૂંટણીમાં પ્રમુખપદ માટે વર્તમાન પ્રમુખ વિપુલ પટેલ અને ઉપપ્રમુખ પદે ઝવેરભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો
આ મંડળની જાહેર થયેલી ચૂંટણીમાં સંચાલક મંડળની ૧૫ સભ્યોની કારોબારી સમિતિ બિનહરીફ ચૂંટાઈ આવી હતી. પરંતુ પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં બાયલોઝ પ્રમાણે જો કોઈ ઉમેદવારી કરે તો મંડળના તમામ મતદારોએ મત આપીને ચૂંટણી કરાવવી પડે છે. જેથી ચૂંટણી માથે મરાઈ હતી. આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ઉમેદવારી કરનાર વર્તમાન પ્રમુખ વિપુલભાઈ પટેલ સામે આજ સંસ્થાના માજી આચાર્ય ચંદ્રકાંત પટેલે ઉમેદવારી કરી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે વર્તમાન હોદ્દેદાર ઝવેરભાઈ પટેલ સામે હરીશ કેદારિયાએ ઉમેદવારી નોંધાવી હતી. આ કેળવણી મંડળના ૩૫૦ સભાસદો હોય, આજે હાઈસ્કૂલ કેળવણી મંડળ પરિસરમાં મતદાન થયું હતું. મતગણતરી દરમિયાન અનાવલ કેળવણી મંડળના પ્રમુખ અને મહુવા સુગર ફેક્ટરીના ડિરેકટર વિપુલભાઈને ૨૪૪ મતો મળ્યા હતા. જ્યારે હરીફ શાળના માજી આચાર્ય ચંદ્રકાત પટેલને માત્ર ૧૦૫ મતો મળ્યા હતા, એટલે કે વિપુલ પટેલ સામે ચંદ્રકાંત પટેલનો ૧૩૯ જેટલા મતોથી પરાજય થયો હતો. બીજી તરફ વર્તમાન ઉપપ્રમુખ ઝવેરભાઈ પટેલને પણ ૨૧૮ મતો મળ્યા હતા. તેની સામે ઉપપ્રમુખ માટે ઊભા રહેલા હરીશ કેદારીયાને માત્ર ૧૧૫ મતો મળ્યા હતા. ઝવેરભાઈ પટેલનો ૧૦૩ મતે વિજય થયો હતો. જ્યારે હરીશ કેદારિયાનો ૫૦ ટકાથી વધુ મતોથી પરાજય થયો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *