વેકિસનની કોઇ આડઅસર નથી – કોઇ તકલીફ નથી માટે દરેકે રસી મૂકાવવી જોઇએ બાલાસિનોરના ફિઝીશિયન ડૉ. વિમલ પટેલ

જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારીએ બાલાસિનોર ખાતે કોવિડ રસીકરણ કેન્‍દ્રની મુલાકાતલઇ કોરોના વોરિયર્સને પ્રોત્‍સાહિત કર્યા

મહીસાગર જિલ્‍લામાં આજે બાલાસિનોર અને સંતરામપુર ખાતે ફ્રન્‍ટ લાઇન કોરોના વોરિયર્સને કોરોનાની રસી મૂકવામાં આવી

 કોરોના રસીકરણનો સમગ્ર રાજય સહિત રાજયમાં તા.૧૬મીથી શુભારંભ કરવામાં આવ્‍યો હતો. કોરોના સામેના યુધ્‍ધમાં જીવનને હોડમાં મૂકી કોરોનાના દર્દીઓની સારવારમાં પોતાનું સર્વસ્‍વ અર્પણ કરનાર આરોગ્‍ય કર્મીઓને પ્રથમ તબકકે કોરોનાની વેકિસન આપવામાં આવી રહી છે. મહીસાગર જિલ્‍લામાં તા. ૧૬મીના રોજ કોરોના વેકિસનનો બાલાસિનોરના સી.એચ.સી. અને સંતરામપુરના એસ.ડી.એચ. ખાતેથી જિલ્‍લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ પ્રારંભ  કરવામાં આવ્‍યો હતો.        

   આ અંગેની વિગતો આપતાં મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એસ. બી. શાહે જણાવ્‍યું હતું કે, મહીસાગર જિલ્‍લામાં તા.૧૬મીના રોજ આ રસીકરણ કેન્‍દ્રો ઉપરથી ૨૦૦ કોરોના વોરિયર્સને કોરોનાની વેકિસન આપવાની હતી તેની સામે ૨૧૬ કોરોના વોરિયર્સે રસી મૂકાવતાં સમગ્ર રાજયમાં તા.૧૬મીના રોજ રસી મૂકવાના લક્ષ્‍યાંક સામે ૧૦૦ ટકા સિધ્‍ધિ હાંસલ કરવામાં મહીસાગર જિલ્‍લો પ્રથમ રહ્યો હતો.           ફ્રન્‍ટ લાઇન કોરોના વોરિયર્સને તા. ૧૯મીના રોજ કોરોના બાલાસિનોર અને વિરપુર ખાતે કોરોના વેકિસનની રસી મૂકવામાં આવી હતી.  આ રસીકરણ અભિયાનના ભાગરૂપે બાલાસિનોર ખાતેના સી.એચ.સી. ખાતે જિલ્‍લા વિકાસ અધિકારી
સુશ્રી  નેહા કુમારીએ મુલાકાત લઇને આરોગ્‍ય કર્મીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા તેમજ તેઓની સાથે વિચાર-વિમર્શ કરી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. બાલાસિનોરની ક્રિષ્‍ણા હોસ્‍પિટલના ફિઝિશિયન તબીબ ડૉ. વિમલભાઇ પટેલે આજે બાલાસિનોર ખાતે કોરોનાની વેકિસનનું કવચ ગ્રહણ કર્યા બાદ તેઓએ વેકિસનથી કોઇ તકલીફ નથી, આડઅસર નથી, માટે દરેક રસી મૂકાવવી જોઇએ તેમ જણાવી ભારત-રાજય સરકાર દ્વારા મેડીકલ પ્રેકટીશનરોને કોરોના વોરિયર્સ તરીકે રસી મૂકવામાં આવી રહી છે તે બદલ આભારની લાગણી વ્‍યકત કરી હતી. બાલાસિનોર સી.એચ.સી. ખાતે તાલુકા આરોગ્‍ય અધિકારી ડૉ. જે. પી. પરમારે પણ રસી મૂકાવ્‍યા બાદ રસી સુરક્ષિત છે, રસી મુકાવાથી સુરક્ષિત થવાય છે, કોઇ ગંભીર આડઅસર નથી જેથી હું મહીસાગર જિલ્‍લાના ફ્રન્‍ટલાઇન કોરોના વોરિયર્સ સહિત જિલ્‍લાના પ્રજાજનોને આ રસી મૂકાવવાની અપીલ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *