સાંસદશ્રી રતનસિંહ રાઠોડે વિરપુર તાલુકાના ૧૦ ગામો માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો
મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ૧૦ ગામો માટે રામપુર ગામ ખાતેથી પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડે કરાવ્યો હતો.આ અવસરે સાંસદશ્રી રાઠોડે જણાવ્યુ કે, ખેડૂતો દ્વારા ઘણા સમયથી દિવસે વિજળી આપવાની રજુઆતોને રાજ્ય સરકારે ખેડૂતોની માંગને સંતોષવા ખેડૂતોને દિવસે વિજળી પુરી પાડવા ગુજરાત સરકાર દ્વારા નવીન અભિગમ અપનાવી કિસાન સૂર્યોદય યોજનાનો અમલમાં મુકી છે. આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડી માટે સિંચાઇ માટે વીજ પુરવઠો મળી રહેવાથી રાતના ઉજાગરા, વન્યજીવ-જંતુના ભય અને શિયાળામાં ઠંડી, ચોમાસામાં પડતી મુશ્કેલીઓમાં કિસાનો મુક્તિ મેળવી શકશે રાજ્ય સરકાર કિસાનોને દરરોજ સતત આઠ કલાક સુધી ગુણવત્તાયુક્ત વિજળી આપશે.સાંસદશ્રીએ કહ્યું હતું કે, કિસાન સૂર્યોદય યોજનાનો પ્રથમ તબકકાનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇ-શુભારંભ કરાવ્યો હતો. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇની સંવેદનશીલ સરકારે પોતાની રાજકીય ઇચ્છા શક્તિથી ખેડૂતો માટે મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાને અમલમા મુકી છે વર્ષ-૨૦૨૨ સુધીના અંત સુધીમાં રાજયના તમામ ગામોને આ યોજનાથી દિવસે વીજળી આપવાની મુખ્યમંત્રીશ્રી પ્રતિબધ્ધ છે.સાંસદશ્રી એ વધુમાં કહ્યું હતું કે, આ યોજના હવે ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી મળતાં કિસાન પરિવારોમાં સમૃધ્ધિનો સુર્યોદય થશે. રાજય સહિત જિલ્લાના ખેડૂતોની સુખાકારી માટે દિવસે કામ અને રાત્રે વિશ્રામની ભાવનાથી કિસાનોનો સૂર્યોદય અને સર્વોદય થશે. જેમાં જિલ્લાના વિરપુર તાલુકાના ૧૦ ગામોના ૧૦૪૨ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાનો છે.
આ પ્રસંગે પુર્વ ચેરમેનશ્રી રાજેશભાઇ પાઠકે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી થાય તે માટે કિસાનો માટેની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. રાજ્ય સરકાર દ્વારા કિસાન સૂયોદય યોજનાથી રાજ્યના ખુબ મોટો લાભ ખેડૂતોને મળશે કિસાનોને દિવસે વિજળી દ્વારા પુરતી સિંચાઇ કરી શકશે રાત્રીના સમયે થતી મુશ્કેલીમાં છૂટકારો પણ મેળવી શકશે. આ પ્રસંગે માજી.ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું,પ્રારંભમાં કાર્યપાલક ઇજનેર શ્રી આર. જી. શાહે સ્વાગત પ્રવચન કરી કિસાન સૂર્યોદય યોજનાની વિગતો આપી સાથે સાથે એમ.જી.વી.સી.એલ દ્રારા દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના અંતર્ગત વિરપુર તાલુકામાં ભારત સરકાર દ્વારા કુલ ૩.૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ૧૧ કેવી લાઇન, એલ ટી લાઇન અને ટ્રાન્સફોરમરની ક્ષમતામાં વધારો કરવા માટે ફાળવવામાં આવી હતી. જેના થકી ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં નિરંતર પાવર મળી રહે તેવું આયોજન કરી તેની કામગીરી માર્ચ ૨૦ સુધીમાં પૂરી કરવામાં આવેલ છે. જેમાં નવીન ટ્રાન્સફોર્મર ઉભા કરવા, ખુલ્લા તારની જગ્યાએ એચ ટી/ એલટી કેબલ નાખવો, સ્પે. ડીઝાઇન ટ્રાન્સફોમર ખેતીવાડી ફિડર પર મુકવાની કામગીરી કરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું. જયારે અંતમાં નાયબ ઈજનેરશ્રી આર. બી. માલીવાડ આભારવિધિ કરી હતી.આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, પ્રાંત અધિકારીશ્રી વિમલ ચૌધરી, અગ્રણીશ્રી જયેન્દ્ર બારોટ, તથા જિલ્લા તાલુકાના પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીએ અને અન્ય કિસાન અગ્રણીઓ, ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.





