નડિયાદ એન.ડી.દેસાઈ મેડિકલ કોલેજ ખાતે કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો

કુલ ૫૧ જેટલા આરોગ્ય કર્મીઓનું રસીકરણ કરવામાં આવ્યું

ન.ડી.કોલેજ ખાતે,નડિયાદ કોરોના રસીકરણનો કાર્યક્રમ શરુઆતી તબક્કામાં જ યોજાયો હતો. ૫૧ જેટલા આરોગ્ય કર્મીઓને  રસી આપવામાં આવી હતી. કોરોના ગાઈડલાઇન્સ મુજબ સોશીયલ ડિસ્ટનસીંગ સાથે રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આરોગ્ય કર્મીઓને રસી આપ્યા પછી 30 મીનીટ ઓર્બ્ઝવેશનમાં રખાયા હતા અને રસી વિષયક જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

        ૧૬મી જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ થઇ ચુક્યો છે. શનિવારે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો હતો. જેમાં ખેડા જિલ્લાની પ્રથમ રસી ડો.સુપ્રિત પ્રભુને આપવામાં આવી. દરેક કેન્દ્રમાં રોજના ૧૦૦ લોકોને રસી આપવામાં આવશે. રસીકરણ પૂર્ણ થયા બાદ તેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. રસીકરણની નોંધણીની પ્રક્રિયા ઓનલાઇન છે. નોંધણી કર્યા પછી રસીકરણનો સમય અને સ્થળ એસ.એમ.એસ દ્વારા મોકલી આપવામાં આવે છે અને કોરોના ગાઈડલાઇન્સ મુજબ રોજ ૧૦૦ જેટલા લોકોનું રસીકરણ થશે. સૌપ્રથમ આરોગ્ય કર્મીનું રસીકરણ કરવામાં આવશે. રસી આપ્યા પછી ૩૦ મિનિટના નિરીક્ષણમાં રાખવામાં આવે છે  અને ૨૮ દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે જે ઇમ્યુનિટી વધારવામાં ઉપયોગી રહેશે. કોરોના રસીકરણના શુભારંભે એન.ડી.દેસાઇ કોલેજના પ્રોફેસરો તેમજ આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *