ડાંગના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાની રમત સ્પર્ધાઓનું આયોજન કરાયું

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લાના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તારીખ ૨૦ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાના આહવા, વઘઈ અને સુબીરમા તાલુકા કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આહવા તાલુકા કક્ષાની રમતનું આયોજન પિંપરી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. તેમજ વઘઈ તાલુકા કક્ષાનું આયોજન ખેતીવાડી શાળા, અને સુબિર તાલુકા કક્ષાની રમતોનું આયોજન ખાંભલા ગામે ખાતે કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાની રમતોમાં વોલીબોલ, કબડ્ડી, ખો-ખો, ટગ ઓફ વોર જેવી વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતોમાં ભાગ લેનાર વિજેતા અને રનર્સ અપને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *