ડાંગ જિલ્લાના ધુળચોંન્ડ સ્થિત સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભોજનાલય કમ પાકા મકાનનુ ખાતમૂહર્ત કરાયુ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લાના આહવા તાલુકામા સમાવિષ્ટ ધુળચોંન્ડ સ્થિત સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભોજનાલય કમ પાકા મકાનનુ ખાતમૂહર્ત કરવામા આવ્યુ હતુ. સાથે અહીં શાળાના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામા આવી હતી.

આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી, શાળા માટે રૂપિયા બે લાખનુ અનુદાન જાહેર કર્યુ હતુ. દરમિયાન અન્ય સંસ્થાના ટ્રસ્ટીઓએ પણ શાળા માટે અનુદાન જાહેર કર્યું હતુ.

સેવન સ્ટારના સહયોગથી પાકા મકાનનુ ખાતમૂહર્ત તેમજ શાળાના વાર્ષિક ઉત્સવની ઉત્સાહભેર કરાયેલી ઉજવણી પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટ્રી શ્રી મહેન્દ્રભાઇ ગાઈન, આચાર્યા શ્રીમતી પાર્વતીબેન ગાઇન, શ્રીમતી તેજલબેન ગાયકવાડ, શ્રીમતી સ્વાતીબેન કોંકણી, શ્રી સોમનાથભાઇ બાગુલ તેમજ વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *