
આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમદાવાદમાં સ્થિત વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ૧૨ માર્ચ ૨૦૨૪ના રોજ અમદાવાદમાં આયોજિત એક સમારોહમાં રેલવેની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવાના છે. આ સાથે વડાપ્રધાનશ્રી અમદાવાદમાં સ્થિત વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટરને રાષ્ટ્રને સમર્પિત કરવાના છે. આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ ઓપરેશન કંટ્રોલ સેન્ટરને રાષ્ટ્રને સમર્પિત કરે એ પહેલા મુ મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સેન્ટરની મુલાકાત લીધી હતી અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.થેન્નારસન તેમજ રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.