મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં સાંસદ ખેલકૂદ સ્પર્ધા અંતર્ગત ‘ગાંધીનગર લોકસભા પ્રીમિયરલીગ’ નો સમાપન સમારંભ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા બીસીસીઆઈના સેક્રેટરી શ્રી જય શાહ રહ્યા ઉપસ્થિત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાંસદ ખેલકૂદ સ્પર્ધા અંતર્ગત ‘ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ’નો સમાપન સમારંભ યોજાયો હતો. ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 1078 જેટલી ટીમો વચ્ચે મેચ રમાઇ હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને બીસીસીઆઈ સેક્રેટરી શ્રી જય શાહ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટોસ ઉછાળીને ફાઈનલ મેચની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોએ ઘાટલોડિયા વિધાનસભા અને ગાંધીનગર ઉતર વિધાનસભા વચ્ચેની મેચ નિહાળી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

 ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા બીસીસીઆઈ સેક્રેટરી શ્રી જય શાહે લાઇવ ક્રિકેટ મેચની મજા માણી હતી.

ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગના સમાપન સમારંભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વિધાનસભા ક્ષેત્રોના ધારાસભ્યો, સંગઠનના નેતાઓ તથા પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *