આજરોજ નેત્રંગ ગામ ખાતે તુલસીફળીયા માં શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ ધારાસભ્ય રીતેષવસાવા નાં પુત્ર રોનક નાં હસ્તે લોકાર્પણ

સમસ્ત નેત્રંગ ગામની પ્રજામાં ખુશીની લહેર આયોજક સંકેત પંચાલ તથા એમની ટીમ દ્વારા ધારાસભ્ય રીતેષવસાવા નો આભાર માન્યો

નેત્રંગ ગામમાં ડે નાઈટ ક્રિકેટ ગ્રાઉન્ડ ઓપનિંગ ધારાસભ્ય રીતેષવસાવા નાં પુત્ર રોનક વસાવા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું નેત્રંગ ગામમાં કોઈ નાઈટ ક્રિકેટ રમવા માટે નું ગ્રાઉન્ડ નાં હોય જેની રજૂઆત જલારામ ફળિયા નાં તથા તુલસી ફળિયાના યુવાનો દ્વારા સંકેત પંચાલ ને કરવામાં આવી જે બાદ રણછોડરાય જી મંદિર ના પાછળ નાં વિસ્તારમાં એક જમીન જે વર્ષો થી પડતર હોય જે માલિક દ્વારા બાળકોને રમવા માટે મેદાન ની જરૂર છે તેમ જણાવતાં માલિક દ્વારા રમવા માટે જમીન આપવામાં આવી સંકેત પંચાલ દ્વારા આ રજુઆત ધારાસભ્ય રીતેષવસાવા ને કરતાં એમને આ બાળકોને રમવા માટે નાં મેદાન માટે પોતાનો સિંહ ફાળો આપવામાં આવ્યો જેનાં થકી તારીખ ૧૫/૩/૨૦૨૪ નાં રોજ રાત્રે ૯:૦૦ કલાકે મેદાન નુ લોકાર્પણ ધારાસભ્ય રીતેષવસાવા નાં પુત્ર નાં હસ્તે કરાતાં સમસ્ત નેત્રંગ પંથકના ક્રિકેટ પ્રેમીઓ માં આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ નાં આયોજક સંકેત પંચાલ તથા તેમની ટીમ દ્વારા ધારાસભ્ય રીતેષવસાવા નો આભાર માન્યો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *