અમદાવાદ ખાતે ભારત વિકાસ પરિષદની યોજાઈ

ભારત વિકાસ પરિષદ,અખિલ ભારતીય કક્ષાએ કાર્ય કરતું સામાજિક, સેવાભાવી, બિન રાજકીય સંગઠન છે. તેનાં ઉપક્રમે ભારત વિકાસ પરિષદની ગુજરાત મધ્ય પ્રાંતની વાર્ષિક અસાધારણ સભા મણિનગર, અમદાવાદ ખાતે સ્થિત એવા હેડગેવાર ભવન ખાતે યોજાઈ આ સભામાં ભારત વિકાસ પરિષદ ગુજરાતના ટ્રસ્ટીશ્રી વલ્લભભાઈ રામાણી ની અધ્યક્ષતામા, ભા.વિ.પનાં અખિલ ભારતીય અધિકારી શ્રી વિનોદભાઈ શાહ દ્વારા આગામી વર્ષ એટલે કે, વર્ષ 2024-25 માટે ગુજરાત મધ્યપ્રાંત ના પ્રમુખ,સચિવ, ખજાનચી, મહિલા સંયોજિકા તેમજ સમગ્ર કારોબારીની જાહેરાત કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે શ્રી ફાલ્ગુનભાઈ વોરા, સચિવ તરીકે શ્રી સુરેશભાઈ પટેલ, ખજાનચી તરીકે શ્રી મનસુખભાઈ કાછડીયા, મહિલા સંયોજીકા તરીકે શ્રીમતી પ્રવિણાબેન ઠક્કર તેમજ સમગ્ર કારોબારીના નામની જાહેરાત કરવામાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *