ગુજરાતમાં સૌપ્રથમ વાર મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા તેમનો કાર્ય કાળ પૂર્ણ થવા નિમિત્તે કાર્યકર્તા-પત્રકારો નો આભાર દર્શન કાર્યક્રમ.

રિપોર્ટ.. ડેવિડ પટેલ.

મહેસાણા લોકસભા મતવિસ્તાર રાજ્યનો ખૂબ જ જાગૃત શિક્ષીત મત વિસ્તાર છે. આ વિસ્તારના જાગૃત મહિલા સાંસદ (૨૦૧૯ થી ૨૦૨૪) શારદાબેન એ. પટેલ તેમની ૭૫ વર્ષની વય થતાં નિવૃત્ત થઇ ફરી ચૂંટણી લડવાની ના પાડી હતી પાંચ વર્ષના તેમના કાર્યકાળમાં તેમણે તેમના વિસ્તારના મહત્ત્વપૂર્ણ પ્રશ્નો અંગે સક્રિયતા બતાવી હતી. સંસદમાં નિયમીત ૯૮ ટકા હાજરી સાથે સંસદમાં અનેક પ્રશ્નો પૂછ્યા હતા. ઉત્તર ગુજરાતની રેલ્વેના પ્રશ્નો હોય તો પણ તેમને માનનીય રેલમંત્રીને મળીને તેના નિરાકરણો લાવ્યા છે.ઉત્તર ગુજરાત માટે અંબાજી થી તારંગા હિલની રેલ્વે લાઇન ને તેમને મંજૂર કરવા માટે એક અદભુત કાર્ય કર્યું છે. તેમજ વડનગર થી વલસાડ ની ટ્રેન ચાલુ કરાવી પબ્લિક માટે ખૂબ જ સગવડ ભર્યું કાર્ય કર્યું.
તેમણે 370 ની કલમ હટાવવામાં તેમજ અન્ય મહત્ત્વપૂર્ણ બીલો ઉપર ચર્ચામાં ભાગ લીધો હતો. ગુજરાતના ફક્ત એક જ એવા મહિલા હતા કે જેમને સાંસદમાં સ્ત્રી સશક્તિકરણ માટે ૩૩ ટકા અનામત ની જોગવાઈ નું બિલ પાસ કરવા માટે વોટીંગ કરવાનો તેમને એક લાભ મળેલો. તેમની શૈક્ષણિક રીતે અને આરોગ્યની બાબતે ઘણા કાર્યો કર્યા તેમને બધા કાર્યકરોને બતાવ્યું કે આ ઉંમરમાં પણ કાર્યશીલ રહી શકાય છે તેમજ ભવિષ્યના ઉમેદવાર શ્રી હરિભાઈ ને પણ તેમણે જણાવ્યું કે સાંસદ બનીને ફક્ત દિલ્હી જવાનું નથી હોતું. પરંતુ ત્યાં જઈ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ કેટલા કાર્યો થયા અને કેટલા બાકી છે તેનો હિસાબ માગતા હોય છે જેથી સંપૂર્ણ તૈયારી કરીને લોકસભામાં જવાનું થતું હોય છે.ત્યો કામનો હિસાબ આપવો પડતો હોય છે. આજે મહેસાણા જિલ્લાના તમામ ઉચ્ચ કાર્યકરોએ જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં પ્રથમ એવો કાર્યક્રમ છે કે જે પાંચ વર્ષ પૂરા થયા બાદ બધાના આભાર માટે પોતાના સ્વખર્ચે કાર્યક્રમ થયો હોય તેમના દ્વારા વિસ્તારના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ મહેસાણા ખાતે જીઆઇડીસી હોલમાં ભોજન સાથે કરાયેલ . સાથે જિલ્લાના પ્રચાર માધ્યમોએ પાંચ વર્ષ દરમ્યાન જે સહયોગ આપેલ તે માટે વિસ્તારના પત્રકારોને ખાસ આમંત્રણ આપવામાં આવેલ. બેન શ્રી એ ભાવવિભોર સાથે બધાને પર્સનલ મળીને આવકાર્યા તે એક એમની ખૂબી કહી શકાય.
મહેસાણા જિલ્લાના અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, માણસા વિધાનસભાના અનિલભાઈ પટેલ, વિજાપુર તાલુકાના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, ઊંઝા તાલુકાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, મહેસાણા તાલુકાના ધારાસભ્ય મુકેશભાઈ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી,મહેસાણા જિલ્લા પ્રમુખ તૃષાબેન પટેલ, મહેસાણા નગરપાલિકા પ્રમુખ ડૉ.મિહિરભાઈ પટેલ જેવા જિલ્લાના અગ્રણીઓ અને અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *