
બાળકોની સુરક્ષામાં એક નવી વાતનો ઉમેરો થયો છે. જે છે ઇન્ટરનેટ કમ્યુનિકેશન ટેક્નોલોજીસ (ICTs). આજે ભારતમાં ઓનલાઇન યુઝર્સમાં 60% બોળકો અને યુવાનો છે. ડીજિટલ ટેક્નોલોજી બાળકોના વિકાસમાં એક ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરે છે પણ તેને કારણે તેમના શોષણ અને નિંદા થવાની પણ શક્યતામાં ખૂબ જ વધારો થયો છે.
યુનિસેફ ગુજરાતનાં ચીફ ડો. લક્ષ્મી ભવાનીએ જણાવ્યું હતું કે, ‘શાળાઓ બંધ થવાને કારણે બાળકોમાં સ્ક્રીન ટાઇમ વધ્યો છએ. આ ઉપરાંત તેઓ બહારની દુનિયાથી દૂર થયા છે તો સાથે તેમનું અંતર પણ વધ્યું છે. જેને કારણે બાળકો સાયબર બુલીઇંગ, ઓનલાઇન અબ્યુસ અને સતામણીનો ભોગ બન્યા છે. આ ઉપરાંત વધારે સમય સુધી ઓનલાઇન રહેવાને કારણે તેમની ઘરની બહાર રમવાની પ્રવૃત્તિ ઘટી છે, ઊંઘ ઓછી થઇ રહી છે. તેમનામાં ચિંતાના લક્ષણો વધારે જોવામાં આવી રહ્યા છે. તેમનામાં અનહેલ્ધી ખોરાક લેવાની પણ ટેવ વિકસી રહી છે.’
સેન્ટર ફોર કમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ, PDPU (CCCR-PDPU), એ UNICEF ઇન્ડિયા અને YuWaah સાથે મળીને યોજેલા આ ઇ – ડાયટલોગમાં ઓનલાઇન સેફટી અને યુવાનોમાં ઇન્ટરનેટના ઉપયોગ, ડીજિટલ કૌશલ અને શીખવાની વિવિધ તકો વિશે ચર્ચા કરવામાં આવી હતી.
ડો. લક્ષ્મી ભવાનીએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘UNICEF – YuWaahની ભાગીદારી 1.8 બિલિયન યુવાનો ઇન્ટરનેટ સાથે જોડાય અને તેમને વિશ્વના શ્રેષ્ઠ ડિજિટલ લર્નિંગ તથા સ્કિલિંગ સોલ્યુશન મળે. આ સાથે યુવાનો નાણાંકીય રીતે સદ્ધર બને, તેમનામાં ઉદ્યોગ સાહસિકતાની તકો પણ મળે. અમે ઈન્ટરનેટને દરેક વ્યક્તિ માટે એક સુરક્ષિત જગ્યા બનાવવા માટે કટિબદ્ધ છીએ.’
આ કાર્યક્રમને ખૂબ જ લોકપ્રિય આરજે મેઘાએ મોડરેટ કર્યો હતો.
સ્ક્રીન ટાઇમમાં વધારો થવાની સાથે સાયબર બુલીઇંગ અને ઓનલાઇન હેરેસમેન્ટમાં પણ વધારો થતો જોવાઇ રહ્યો છે. ઓનલાઇન રહેતા સમયે આ વાત પર વધારે ધ્યાન આપવાની પણ જરૂરીયાત ઊભી થઇ છે. આપણે આપણાં બાળકોને ઇન્ટરનેટના ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ શીખવવા પર ભાર મૂકવો જોઇએ.’ – સની વાઘેલા, સીઇઓ ટેક ડિફેન્સ લેબ્સ અને સાયબર સિક્યોરિટી એક્સપર્ટ.
ઓનલાઇન બુલીઇંગને કારણે આપણાં માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એ વાત ખૂબ જ વક્રોક્તિ ભરેલી છે કે સમાજમાં લોકો એવું માને છે કે યુવાનોને ઓનલાઇન હેરેસમેન્ટ અને સાયબર બુલીઇંગને લગતા કોઇ ઇમોશનલ કે મેન્ટલ ઇશ્યુઝ હોતા નથી. – ત્વિશા ભટ્ટ, મેન્ટલ હેલ્થ યુથ એડવોકેટ.
