
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સેવાલીયા પોલીસ દ્વારા આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભયમુકત અને શાંતીપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને હેતુથી ગળતેશ્વર તાલુકાના ગામોમાં ફલેગમાર્ચ યોજવામાં આવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ફલેગ માર્ચએ ઇમર્જન્સી એડમિનિસ્ટ્રેટિવ પ્રોગ્રામ છે.
કોઈપણ રાજ્ય અથવા શહેર અથવા કોઈપણ ક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થા બગડવાને કારણે જનજીવનમાં ખલેલ પહોંચે છે અથવા ખલેલ થવાની સંભાવના છે, ત્યારે આ જરૂરી છે. કોઈપણ તણાવપૂર્ણ પરિસ્થિતિને પહોંચી વળવા, સામાન્ય જીવન અને સામાજિક વાતાવરણ જાળવવા, ફ્લેગ માર્ચ કાઢવામાં આવે છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ માં સંપન્ન થાય તે હેતુથી પોલીસ દ્વારા અત્યારથી જ કડક પગલાં ભરાઈ રહ્યા છે. પોલીસ દ્વારા એસ. આર.પી જવાનો સાથે ફ્લેગમાર્ચ કરવામાં આવી છે. સેવાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરીયા ડોમીનેશન / ફલેગ માર્ચ, પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં સેવાલીયા પોલીસ મથકના એમ.એસ.અસારી (પી.એસ.આઈ) સહિતનો સ્ટાફ તથા એસ.આર.પી જવાનો જોડાયા હતા.
રિપોર્ટ રાકેશ મકવાણા (ખેડા )
