
ડાંગ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીના ભવ્ય વિજય ના પ્રણેતા ચૂંટણી ઇન્ચાર્જ ગણપતસિંહ વસાવા અને સહ ઈન્ચાર્જ અશોકભાઈ ધોરજીયાની બેલડી વિધાનસભા પેટા ચૂંટણી બાદ ફરી વખત કોંગ્રેસનો ગઢ તોડી ભાજપનો ભગવો લહેરાવવા સફળ રહ્યા છે.જેમાં આહવા તાલુકામાં શરૂઆત થી જ ભાજપ ની બેઠકો જંગી મતો થી આગળ રહેતા કોંગ્રેસના સુપડા સાફ થવા સાથે કોંગ્રેસ મુક્ત ડાંગ કરી કિલ્લો કબ્જે કર્યો છે
રાજ્યના છેવાડે આવેલો અને કોંગ્રેસનો ગઢ તરીકે ઓળખાતો ડાંગ જિલ્લામાં આઝાદી બાદ ગત ટર્મમાં ભાજપ અને કોંગ્રેસના 9,9,સભ્યો ચૂંટાઈ આવ્યા બાદ ટાય પડતા કોંગ્રેસના એક ઉમેદવારે ટેકો આપી ભાજપને અઢી વર્ષ માટે જિલ્લા પંચાયત હસ્તગત કર્યા બાદ અઢી વર્ષના ટર્મમાં કોંગ્રેસના હાથમાં સત્તા આવતા ભારે આફડાતફડી સર્જાઈ હતી, ત્યાર બાદ વિધાનસભા સભા પેટાચૂંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામાં ચૂંટણીની જવાબદારી ગણપત વસાવા અને અશોક ધોરજીયા ને સોંપતા માઇક્રોપ્લાનીંગ સાથે ચૂંટણી વ્યૂહરચના કરતા પ્રચંડ બહુમત સાથે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીની જવાબદારી ફરીથી આ સંગઠન અને ચૂંટણી રણનિતીના માહિર અને સફળ સુકાની એવા ચૂંટણી ઇન્ચાર્જ ગણપત વસાવા અને અશોક ધોરજીયાની બેલડી ને શોપતા ડાંગ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારના ટિમ સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો છે.ડાંગ જિલ્લામાં કોંગ્રેસના ગઢ માં કાંગરા ખેરવી ખમતીધર નેતાઓ અને ચુસ્ત કાર્યકર્તાઓને ભાજપમાં સમાવી ચૂંટણી પહેલા કોંગ્રેસના સુફડા સાફ થઈ ચૂક્યા હતા, ત્યારબાદ માઇક્રોપ્લાનીંગ ના આધારે બુથ,અને શક્તિ કેદ્રો પર રણનીતિ તૈયાર કરી મતદારોને ભાજપે કરેલા વિકાશ સાથે જોડી ભાજપ તરફી માહોલ તેમજ મજબૂત સંગઠન તૈયાર કરવા અશોકભાઈ ધોરજીયા સફળ સુકાની સાબિત થયા છે. ડાંગ જિલ્લાના ઇતિહાસમાં ત્રણ તાલુકા અને જિલ્લા પંચાયત પર ભાજપનો પરચમ લહેરાવવા બેલડીએ આપેલ ભોગ ઉડીને આંખે વળગે તેવો છે. ચૂંટણી ઈન્ચાર્જ ગણપતભાઈ વસાવા અને સહ ઇન્ચાર્જ અશોકભાઈ ધોરજીયાની પક્ષ પ્રત્યે વફાદારીનું આ ઉત્તમ ઉદાહરણ તરીકે ઓળખવામાં આવશે.તેઓએ કાર્યકર્તાઓ અને આગેવાનોને જોડી રાખવા દિવસ રાત ડાંગ ના ગામડાઓમાં સભાઓ ગજવી પાર્ટી માટે કાર્યકર્તાઓમાં જુસ્સો ભરવા અભિયાન છેડયું હતું.આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સમગ્ર જિલ્લામાં ભાજપીઓમાં દિવાળી જેવો ઉત્સવ નો માહોલ જોવા મળ્યો છે, જ્યારે કોંગ્રેસ છાવણીમાં અજંપાભરી સન્નાટો જોવા મળ્યો હતો.2021ના સ્થાનિક સ્વરાજ્ય માં ત્રણ તાલુકાના 48 બેઠકો પૈકી 41 બેઠકો અને જિલ્લા પંચાયત ની 18 બેઠકો પૈકી 17 બેઠકો પર ભગવો લહેરાવી વિક્રમ સર્જ્યો છે.કોંગ્રેસ પક્ષ માંથી પક્ષ પલટો કરી ભાજપના વિકાસમાં જોડાયેલા 6 ઉમેદવારો નો પણ પ્રચંડ બહુમતી થી વિજય થયો છે. મતગણતરી માં ભાજપ કોંગ્રેસ સાથે કાંટે કી ટક્કર જામી હોય તેમ આપ,બિટીપી,અને અપક્ષ નો ખાતું પણ ન ખુલ્યું હતું,જેથી ડાંગ જેવા પછાત જિલ્લામાં પણ લોકોમાં મતદાન માટે જાગૃતિ કેળવાઈ છે
(.રિપોર્ટ ડાંગ- અમરનાથ જગતાપ)









