
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને યુ.કે.ના સ્કોટલેન્ડ સ્થિત યુનિવર્સિટી ઓફ એડિનબર્ગે ભારત અને વિશ્વને ગુજરાત રિસર્ચ, ઇનોવેશન અને ઉચ્ચદક્ષતા પ્રાપ્ત વિદ્યાર્થીઓ આવનારા ભવિષ્યમાં પૂરાં પાડી શકે તે હેતુસર મહત્વપૂર્ણ MOA સંપન્ન કર્યાં છે. વિકાસનું રોલમોડેલ ગુજરાત ઔદ્યોગિક, પ્રવાસન સહિતના ક્ષેત્રોના વિકાસ સાથે વર્લ્ડ કલાસ એજ્યુકેશન હબ તરીકે પણ ઊભરી આવ્યું છે. ગુજરાતમાં વિશ્વ સમકક્ષ બહુધા વિષયોના તજ્જ્ઞ શિક્ષણ-અભ્યાસ માટે રાજ્ય સરકાર સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીના કન્સેપ્ટ સાથે આગળ વધી રહી છે. રાજ્યની આવનારી પેઢીને બાયોટેકનોલોજી ક્ષેત્રના વર્તમાન સમયની માંગ અનુસાર વિશ્વકક્ષાનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીએ આ નવીન પહેલ કરીને સ્કોટલેન્ડ યાર્ડ-યુ.કે.ની એડિનબર્ગ યુનિવર્સિટી સાથે તજ્જ્ઞ શિક્ષણ વ્યવસ્થાના MOA કર્યાં છે.





