
માંડવી :સર્વ સેવા સંઘ ભુજ સંચાલિત એન્કરવાલા જનરલ હોસ્પિટલ ખાતે કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા ના જન્મદિવસ નિમિત્તે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
લોકસેવા અને સેવાકીય કાર્યોને વેગ આપતાં માંડવી તાલુકા યુવા મોરચા અને મસ્કા ગ્રામ પંચાયતના સરપંચ કિર્તીભાઈ ગોર દ્વારા માંડવી તાલુકાના મેગા મેડિકલ કેમ્પ માં વધુ થી વધુ દરદીઓને લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.
આવતીકાલે તારીખ 6 માર્ચ 2021 શનિવારના સવારે ૯ થી ૧ કલાક સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા વિસ્તારના જુના જનસંઘીઓના હસ્તે કરવામાં આવશે.
આ મેડિકલ કેમ્પમાં માંડવી એમ્સ હોસ્પિટલ ના ડોક્ટર કૌશિક શાહ, મેડિકલ ઓફિસર ડો.મૃગેશ બારડ, ઉપેન્દ્ર સિંહ વાઘેલા(ઓરથો) , ડો.કુલદીપ વેલાણી, ડો. ભૂમિકા બારડ(ડેન્ટીસ્ટ), ડો. મનોજ માકાણી(હોમિયોપેથીક) સહિતના પોતાની સેવાઓ આપશે. કેમ્પમાં દર્દીઓને દવા, સારવાર- નિદાન, એક્ષ-રે, કાર્ડિયોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. કેમ્પમાં પ્રધાનમંત્રી જન વીમા યોજના ના ખાતા પણ નિ:શુલ્ક ખોલી આપવાની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેવુ મસ્કા સરપંચ કિર્તીભાઈ ગોરની યાદીમાં જણાવાયું હતું.
