
રૂની તિર્થે ના પ્રાંગણે સૂરી પદ અર્પણ એવં બે-બે મુમુક્ષુ ઓની દીક્ષા મહા મહોત્સવનો પ્રારંભ થયો
બનાસકાંઠાની ધન્યધરા પર આવેલ રૂની ગામના પ્રાંગણ એ શ્રી ગોડીજી પાર્શ્વનાથ પરમાત્મા ની છત્રછાયામાં કાંકરેજ કેસરી ગચ્છાધિપતિ પ.પૂ.આ. કલ્પજયસૂરીશ્વરજી મ.સા, જ્યોતિષાચાર્ય ડો પ.પૂ.આ હેમચંદ્ર સૂરીશ્વરજી મ.સા,લબ્ધિ કૃપાપાત્ર પ.પૂ.આ શીલરત્નસૂરીશ્વરજી મ.સા,પ્રવચન પ્રભાવક પ.પૂ.આ હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા,પં.પ્ર ભક્તિરત્ન વિ.મ.સા,પં.પ્ર પ્રશાંતશેખર વિ.મસા,આજીવન ચરણોપાસક પં.પ્ર શીલરત્ન વિ.મ.સા આદિ ઠાણા-20 તથા 150 થી અધિક સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રામાં આચાર્યપદ પ્રદાન એવમ મુમુક્ષુ સ્નેહા તથા સલોની ની પરમ પાવન પ્રવજય પ્રસંગે પંચાન્હિકા મહોત્સવનો પ્રારંભ થયો. જેમાં પ્રથમ દિવસે સવારે 7:00 પૂજ્ય ગુરુ ભગવંતોનું ભવ્યાતિભવ્ય સામૈયું યોજાયું.ત્યારબાદ તપાગચ્છાધિપતિ પ્રેમસૂરીશ્વરજી મ.સા ની 55મી માસિક પુણ્ય તિથિ નિમિત્તે ગુણાનુવાદ કરવામાં આવેલ.આચાર્યપદ પ્રદાન નિમિત્તે રૂણી ગામજનોનું મોં મીઠું (ઝાપાચુંદડી) કરવામાં આવેલ.બપોરે 12.00 કલાકે મહાપ્રભાવિક શ્રી 108 પાર્શ્વનાથ મહાપૂજન યોજાયેલ.જેમાં વિધિવિધાન શ્રી વિપુલભાઇ શાહ એ કરાવેલ.સાંજે પરમાત્માની ભવ્ય આંગી કરવામાં આવેલ. બીજા દિવસે સવારે-9:00 સંગીતની સંવેદના સાથે સમૂહ સાંજી-કપડા રંગવાનો તથા મહેંદી રસમ કાર્યક્રમ યોજાયેલ.કાંકરેજ દેશોધારક પ.પૂ.આ.ભ ભક્તિસૂરીશ્વરજી મ.સા ની 120 મી દીક્ષા તિથિ યોજાઇ.11.00 કલાકે શ્રી મણિભદ્રવીર દાદા નું હવન-પૂજન યોજાયેલ.બપોરે-12.00 કલાકે શ્રી સૂરિમંત્ર મહાપૂજન યોજાયેલ.રાત્રે 8:00 ઉપકારીઓને વંદના સંગીત રત્ન શ્રી નીલેશભાઈ રાણાવત ના સથવારે સંગીત દ્વારા એક અદ્ભુત કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ગોડીજી પાર્શ્વનાથ તીર્થ પ્રભાવક ટ્રસ્ટ તથા શ્રી ભક્તિ વિનય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દરેક પરિવારોનું હાર્દિક સ્વાગત તથા અનુમોદના કરવામાં આવેલ.આ પંચાન્હિકા મહોત્સવ દરમ્યાન દરરોજ પરમાત્માની ભવ્ય આંગી,અનુકંપાદાન,જીવદયા,સાધર્મિક ભક્તિ વગેરે કરવામાં આવી રહી છે.આ મહોત્સવ પ્રસંગનો અલગ અલગ પરિવારોએ લાભ લીધેલ.આ પ્રસંગે મુંબઇ, અમદાવાદ,સુરત,જામનગર,થરા વિગેરેથી ગામોમાંથી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેલ.


