વારાણસીથી વડનગર તરફ પ્રસ્થાન કરેલી ‘સેવા સંકલ્પ બાઇક સેવા યાત્રાનું છાપી ખાતે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે સ્વાગત કર્યું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આયોજિત “સેવા સંકલ્પ અભિયાન – વડનગરથી વારાણસી-૨૦૨૬” અંતર્ગત વારાણસીથી વડનગર તરફ પ્રસ્થાન કરેલી બાઇક સેવા યાત્રાનું બનાસકાંઠા જિલ્લામાં આગમન થયું હતું. બનાસકાંઠા જિલ્લાના છાપી ખાતે પહોંચેલી બાઇક સેવા યાત્રાનું જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

છાપી ખાતે મંત્રીશ્રીએ બાઇક સેવા યાત્રામાં જોડાયેલા બાઇક સવારો સાથે મુલાકાત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મંત્રીશ્રીએ સ્વયં બાઇક ચલાવી યાત્રામાં જોડાઈ સેવા, સંકલ્પ અને રાષ્ટ્રભાવનાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક યાત્રાનું સ્વાગત કરી જનસહભાગિતા નોંધાવી હતી.

સેવા સંકલ્પ બાઇક સેવા યાત્રામાં બાઇક સવારો સાથે પવિત્ર કળશ રથ સાથે યાત્રા જયારે વિવિધ સ્થળોએ પહોંચીને જનસહભાગિતા સાથે સેવાકીય અને સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા જન જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. છાપી ખાતે યાત્રાના આગમન સમયે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બાઇક સવારોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે સ્થાનિક જનપ્રતિનિધિઓ, આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *