ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વોર્ડ નં. ૩, વોર્ડ નં. ૬ તથા વોર્ડ નં. ૯ ના ચુંટણી મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત કરીને કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક સંવાદ કર્યો હતો.

શ્રી વિશ્વકર્માએ આ પ્રસંગે વોર્ડના આગેવાનો, બુથ પ્રમુખશ્રીઓ તથા શક્તિકેદ્ર સંયોજકશ્રીઓ સાથે બુથ સ્તરની માઇક્રો પ્લાનિંગ સાથેની કામગીરી, બુથ વ્યવસ્થાપન, જનસંપર્ક સહિતના વિષયો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને ગાંધીનગર મહાનગરના પ્રભારી શ્રી નીરવભાઈ અમીન, ગાંધીનગર શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, ચુંટણી સંયોજક શ્રી અમિતભાઈ શાહ સહિત ભાજપા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *