રાજપૂતી પરંપરા અને સંસ્કૃતિની વિરાસતને નવી ઓળખ આપતું નવું નજરાણું; સોની પરિવારના નવા સાહસને અભિનંદન

પાલનપુર ખાતે ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે ‘નવરંગ રાજપૂતી પોશાક’ના ભવ્ય અને અત્યાધુનિક શો-રૂમનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.રાજપૂતી પોશાક એ માત્ર વસ્ત્ર નથી, પરંતુ આપણી શૌર્ય, સ્વાભિમાન અને ગૌરવશાળી સાંસ્કૃતિક પરંપરાનું જીવંત પ્રતીક છે.

આધુનિક યુગમાં પણ પરંપરાગત પહેરવેશની આ વિરાસતને જાળવી રાખીને તેને નવી ઓળખ આપવાના ઉદ્દેશ્ય સાથે આ શો-રૂમની શરૂઆત કરવામાં આવી છે. આ સાહસ આપણી સંસ્કૃતિને વધુ પ્રોત્સાહન આપશે તેવો વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ શુભ પ્રસંગે શહેરના આગેવાનો અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રી પરબતસિંહ રાજપૂત, શ્રી દશરથસિંહ રાજપૂત, શ્રી સૂરપાલસિંહ રાજપૂત, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી વિષ્ણુભાઈ પટેલ તેમજ શ્રી અશોકભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે શ્રી રણછોડલાલ શંકરજી સોની, શ્રી વિપુલ રણછોડજી સોની, શ્રી જય વિપુલ સોની સહિત સમસ્ત સોની પરિવારને આ નવા વ્યવસાયિક સાહસ બદલ હાર્દિક અભિનંદન ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા પાઠવવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ શુભકામના પાઠવી હતી. પરંપરાનું ગૌરવ, સંસ્કૃતિનું જતન અને વ્યવસાયમાં પ્રગતિ — એ જ આપણી સમૃદ્ધ વિરાસતની સાચી ઓળખ છે.

