નવરાત્રી પર્વ અંતર્ગત ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા સતત ચોથા વર્ષે ૫૦૦થી વધુ ગરબી મંડળોની બાળાઓને લ્હાણી વિતરણ

પ્રાચીન ગરબી એ આપણી શ્રદ્ધા, સંસ્કાર અને સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય ધરોહર : બાળાઓ માત્ર ગરબે ઘૂમતી દીકરીઓ નથી, પરંતુ આપણી ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાની ભાવિ વાહક છે : ધારાસભ્ય ઉદય કાનગડ

નવલી નવરાત્રીના પાવન પર્વે શક્તિ, ભક્તિ અને આસ્થાની આરાધના સાથે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી પ્રાચીન ગરબીનું વિશેષ મહત્ત્વ છે. પ્રાચીન ગરબી માત્ર નવરાત્રિનો ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ આપણી લોકસંસ્કૃતિ, સામૂહિક એકતા, સંસ્કારો અને પેઢી દર પેઢી વહેતા સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે. આ પરંપરાનું જતન થાય, નવી પેઢી આપણી સંસ્કૃતિના મૂળ સાથે જોડાય અને બાળાઓમાં ભક્તિભાવ સાથે સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા આશય સાથે વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા સતત ચોથા વર્ષે પોતાના મતવિસ્તાર વિધાનસભા-68ના વોર્ડ નં. ૩, ૪, ૫, ૬, ૧૫ અને ૧૬માં સમાવિષ્ટ ૫૦૦થી વધુ ગરબી મંડળોની નાની બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે, નવરાત્રિ એટલે મા જગદંબાની આરાધના અને શક્તિની ઉપાસનાનું મહાપર્વ. ગુજરાતમાં નવરાત્રિની ઉજવણીનું વિશિષ્ટ સ્થાન છે, જેમાં ગરબા અને ગરબીની પરંપરા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. ખાસ કરીને પ્રાચીન ગરબી મંડળોમાં વર્ષોથી જળવાયેલી ધાર્મિક વિધિઓ, પરંપરાગત વેશભૂષા, માતાજીની સ્તુતિ, ભક્તિપૂર્ણ ગરબા અને શિસ્તબદ્ધ સામૂહિક આરાધના ગુજરાતી સંસ્કૃતિની આગવી ઓળખ પ્રસ્થાપિત કરે છે.


પ્રાચીન ગરબીની વિશેષતા એ છે કે તેમાં માત્ર નૃત્ય કે ઉત્સવની ઉજવણી જ નથી હોતી, પરંતુ માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, લોકપરંપરાઓ પ્રત્યેની નિષ્ઠા અને સામૂહિક ભક્તિભાવ નો અનોખો સંગમ જોવા મળે છે. વડીલો પાસેથી નવી પેઢી સુધી પહોંચતી આ પરંપરા આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાતના ગરબાએ આજે રાજ્યની સીમાઓ વટાવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે. દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ ગરબાની પરંપરા દ્વારા પોતાની સંસ્કૃતિ અને માતૃભૂમિ સાથેનું જોડાણ જીવંત રાખે છે. નવરાત્રિ દરમિયાન યોજાતા ગરબા મહોત્સવોમાં વિવિધ દેશોના લોકો પણ ઉત્સાહપૂર્વક જોડાય છે, જે ગુજરાતી લોકસંસ્કૃતિની લોકપ્રિયતા અને તેની વૈશ્વિક પહોંચ દર્શાવે છે.
ગુજરાતના ગરબાને વૈશ્વિક સ્તરે વિશેષ ઓળખ આપતી પરંપરાને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૩માં માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સ્થાન આપ્યું હતું. આ સિદ્ધિ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ છે. વિશ્વસ્તરે મળેલી આ ઓળખ આપણી લોકપરંપરાઓના સંરક્ષણ, સંવર્ધન અને આગામી પેઢી સુધી તેના પ્રસારની જવાબદારીને પણ ઉજાગર કરે છે.
આવા સંજોગોમાં પ્રાચીન ગરબી મંડળોની પરંપરાને પ્રોત્સાહન આપવું એ માત્ર ધાર્મિક ભાવનાનું સન્માન નથી, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતાને વધુ મજબૂત બનાવવાનો પણ એક સકારાત્મક પ્રયાસ છે.
વધુમાં ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે, “પ્રાચીન ગરબી એ આપણી શ્રદ્ધા, સંસ્કાર અને સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય ધરોહર છે. ગરબીમાં માતાજીની આરાધના સાથે જે ભક્તિભાવ, શિસ્ત, એકતા અને પરંપરાનો પરિચય મળે છે, તે નવી પેઢીના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ છે. ગુજરાતના ગરબાને વિશ્વસ્તરે ગૌરવભર્યું સ્થાન મળ્યું છે, ત્યારે આ પરંપરાના મૂળ સમાન પ્રાચીન ગરબી મંડળોનું જતન કરવું અને તેને આવનારી પેઢી સુધી પહોંચાડવું આપણી સૌની સામૂહિક જવાબદારી છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “પ્રાચીન ગરબીમાં પરંપરાગત વેશભૂષા ધારણ કરીને માતાજીની આરાધના કરતી નાની બાળાઓને નિહાળીએ ત્યારે આપણી સંસ્કૃતિનું ભવિષ્ય નજર સમક્ષ જીવંત થાય છે. આ બાળાઓ માત્ર ગરબે ઘૂમતી દીકરીઓ નથી, પરંતુ આપણી ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાની ભાવિ વાહક છે. તેમના ઉત્સાહને પ્રોત્સાહન મળે, તેમના ચહેરા પર સ્મિત આવે , દીકરીના ચહેરા પર છલકાતું આ નિર્દોષ સ્મિત જ લ્હાણી વિતરણનો સાચો આનંદ અને નવરાત્રિની ભક્તિનો સૌથી સુંદર શણગાર છે અને ગરબા રમતી શક્તિ સ્વરૂપાસમી નાની બાળાઓ ગૌરવપૂર્વક પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે, તે જ આ લ્હાણી વિતરણ પાછળનો મુખ્ય ભાવ છે.”
ધારાસભ્ય બન્યા બાદ શરૂ કરવામાં આવેલી લ્હાણી વિતરણની આ સેવાભાવી પરંપરા સતત ચોથા વર્ષે પણ અવિરત આગળ વધી રહી છે. વિધાનસભા-૬૮ના વોર્ડ નં. ૩, ૪, ૫, ૬, ૧૫ અને ૧૬માં કાર્યરત ૫૦૦થી વધુ ગરબી મંડળોની બાળાઓ સુધી લ્હાણી પહોંચાડીને તેમના નવરાત્રિના ઉત્સાહમાં સહભાગી બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પહેલનો આશય માત્ર ભેટ આપવાનો નથી, પરંતુ પ્રાચીન ગરબીની પરંપરા પ્રત્યે નવી પેઢીમાં આદરભાવ વધે, બાળાઓની ભક્તિભાવનાને પ્રોત્સાહન મળે અને સામૂહિક ઉત્સવો દ્વારા સમાજમાં એકતા તથા સદ્‌સંસ્કારોની ભાવના વધુ દૃઢ બને તેવો છે. બાળપણમાં મળતું આવું પ્રોત્સાહન તેમના મનમાં આનંદદાયક સ્મૃતિ બની રહે છે અને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા હોવાનો ગૌરવપૂર્ણ અનુભવ કરાવે છે.
મા જગદંબાની આરાધનાના આ પાવન પર્વે પ્રાચીન ગરબીની પરંપરા વધુ સમૃદ્ધ બને, ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ વિશ્વભરમાં વધુ ઉજ્જવળ બને અને નવી પેઢી ભક્તિ, શિસ્ત તથા સદ્‌સંસ્કારો સાથે આગળ વધે તેવો સંદેશ આ પહેલ દ્વારા પ્રસરાવવામાં આવી રહ્યો છે.
અંતમાં ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડે મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરતાં જણાવ્યું હતું કે દરેક દીકરીના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સદ્‌સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્યનો પ્રકાશ પથરાય તથા નવરાત્રિનું આ પાવન પર્વ સૌના જીવનમાં ભક્તિ, શક્તિ, એકતા અને આનંદનો સંચાર કરે.
આ સેવાકાર્યને સફળ બનાવવા વિવિધ વોર્ડમાં શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દૂધાત્રા, પૂર્વ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, શહેર ભાજપ ઉપપ્રમુખ ભાર્ગવ મિયાત્રા, સોમાભાઇ ભાલિયા, શહેર ભાજપ મંત્રી ગેલાભાઈ રબારી, કિન્નરીબેન ચૌહાણ, ચાંદનીબેન ગોંડલીયા, પૂર્વ ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા, પૂર્વ શાશક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ મિલન લીંબશીયા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુક લીનાબેન રાવલ, વોર્ડ પ્રભારી ભરતસિંહ જાડેજા,જી. ડી. ભાખર, રસિકભાઈ પટેલ, સંજય ગોસ્વામી, જયેશભાઈ દવે, વરજાંગભાઈ હુંબલ, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ રણધીર સોનારા,કાનાભાઈ ડડેયા, પરેશ લીંબશીયા, અંકિત દૂધાત્રા, મયુર વજકાણી, હસુભાઈ કાચા, દિલીપ બોરિચા, દિનેશભાઇ ડાંગર, જીલાભાઈ સૂસરા, હરેશ ધંધુકિયા, મૌલિક પરમાર, જયવંતસિંહ જાડેજા, મનુભાઈ પ્રજાપતિ, જયદીપ કાકડિયા, પૂર્વ વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, કોર્પોરેટરો કંકુબેન ઉધરેજા, રાજેશ્રીબેન માલવિયા, કાળુભાઇ કુંગશિયા, ભરત લીંબશીયા,રસિલાબેન સાકરીયા, સ્મિતાબેન ગોહેલ,દિલીપભાઇ લૂણગારિયા, સંજય ચાવડા, ધર્મિષ્ઠાબેન પરમાર, પૂનમબેન મોરવાડિયા, પરેશ પીપળીયા, અનિલ ચૌહાણ, નીલેશભાઈ હેરભા,અજય મજેઠીયા, તેમજ મનસુખભાઇ પીપળીયા, અનિલભાઈ તરાવીયા, શૈલેષભાઈ લૂણાગરિયા, ભાવેશભાઈ દેથરિયા, કુલદીપસિંહ જાડેજા, ભીખાભાઈ ગજેરા સહિતના એ વ્યવસ્થા સંભાળી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *