
જયદીપ શારદા મેમોરિયલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી મહાવિદ્યાલય (આર્ટ્સ એન્ડ કોમર્સ), આભવા, સુરતના એન.એસ.એસ યૂનીટ દ્વારા શ્રી ભારતીમૈયા આનંદધામ વૃદ્ધાશ્રમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ વડીલો સાથે પ્રાર્થના, ભજન અને ગીતો ગાયાં હતાં. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓએ વડીલો સાથે ગરબા પણ રમ્યા હતા, જેના કારણે વાતાવરણ આનંદમય અને ભક્તિમય બન્યું હતું.
વિદ્યાર્થીઓએ દરેક વડીલ સાથે વ્યક્તિગત મુલાકાત કરી તેમની સાથે સંવાદ સાધ્યો હતો તથા તેમના જીવનના અનુભવો, સંઘર્ષો અને સંસ્મરણો ધ્યાનપૂર્વક સાંભળ્યાં હતાં. આ મુલાકાતથી વિદ્યાર્થીઓને વડીલોના જીવનને નજીકથી સમજવાની અને સેવાભાવ, સહાનુભૂતિ તથા માનવીય મૂલ્યો શીખવાની પ્રેરણા મળી હતી.
આ મુલાકાતને સફળ બનાવવામાં શ્રી ભારતીમૈયા આનંદધામ વૃદ્ધાશ્રમનો સહયોગ પ્રાપ્ત થયો હતો. સાથે જ કોલેજના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. યોગિતા શારદા, કેમ્પસ ડિરેક્ટર શ્રીમતી શ્યામલી બર્ગલે, ઇન્ચાર્જ આચાર્યશ્રી સ્વર્ણિમા જૈન, પ્રાધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો.