લોકશાહીનું રક્ષણ એ જ અમારો સંકલ્પ, રાષ્ટ્રહિત એ જ અમારું કર્તવ્ય:ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત

નવા વાડજમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત પદયાત્રા – ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ

અમદાવાદના નવા વાડજ ખાતે  ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ.ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત  પદયાત્રાને સંબોધતા જણાવવામાં આવ્યું હતું કે દેશમાં જ્યારે જ્યારે લોકશાહી પર સંકટ આવ્યું છે, ત્યારે ત્યારે રાષ્ટ્રહિત અને લોકશાહીના રક્ષણ માટે રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓ અડીખમ ઊભા રહ્યા છે. કટોકટીના કાળા દિવસોમાં ઇન્દિરા ગાંધીની દમનકારી નીતિઓ પણ જનસંઘના કાર્યકર્તાઓના લોકશાહી પ્રત્યેના સમર્પણને ડગાવી શકી નહોતી.

રાહુલ ગાંધીજી, યાદ રાખજો! સત્તાના અહંકારથી લોકશાહીના રક્ષકોનો અવાજ ક્યારેય દબાવી શકાતો નથી. ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા લોકશાહી, બંધારણીય મૂલ્યો અને રાષ્ટ્રહિતની રક્ષા માટે હંમેશાં પ્રતિબદ્ધ છે.લોકશાહીનું રક્ષણ એ જ અમારો સંકલ્પ, રાષ્ટ્રહિત એ જ અમારું કર્તવ્ય!આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ સંગઠનના પદાધિકારીઓ, અમદાવાદના મેયરશ્રી, શહેર અધ્યક્ષશ્રી, સાંસદશ્રીઓ, સાથી ધારાસભ્યશ્રીઓ, સિનિયર આગેવાનો, નવા વાડજના સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત વિવિધ સામાજિક અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *