
ઊંઝા અને સિદ્ધપુર બ્લોકની સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, સભાસદશ્રીઓ તથા ડેરીના પ્રતિનિધિઓ અને સહકારી આગેવાનો સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આગામી કાર્યક્રમોના સુચારુ આયોજન સંદર્ભે ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં આગામી તા. 30 ઓક્ટોબરના રોજ યોજાનારા ‘પીએમ કિસાન સન્માન નિધિ’ કાર્યક્રમ તથા તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારી ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ કાર્યક્રમના જીવંત પ્રસારણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ બંને કાર્યક્રમોમાં વધુમાં વધુ પશુપાલકો, ખેડૂતો અને નાગરિકો સહભાગી બને અને દરેક દૂધ મંડળી ખાતે લાઈવ પ્રસારણની વ્યવસ્થા. ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓને ધારાસભ્યશ્રીએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં શ્રી સોમાજી ઠાકોર, શ્રી હરિભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી મહેશભાઈ દેસાઈ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી વિજયસિંહ રાજપૂત, શ્રી નરેન્દ્રભાઈ ચૌધરી, શ્રી અભૂજી ઠાકોર, શ્રી રવિભાઈ પટેલ અને શ્રી કનુજી ઠાકોર સહિત તાલુકા પંચાયતનો સ્ટાફ, વિવિધ ડેરીના પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
