
તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ, બાકરોલમાં આઈ.ક્યુ.એ.સી. સેલ અંતર્ગત “પેરેન્ટ્સ-ટીચર મીટિંગનું” સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અંગે વાલીઓ સાથે સીધી ચર્ચા કરવી તેમજ સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા માટે વાલીઓના મૂલ્યવાન સૂચનો મેળવવાનો હતો. કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. સુયોગ ઉપાસની, આઇ.ક્યુ.એ.સી. કૉ-ઓર્ડિનેટર ડૉ. કલ્પેશ ગોહિલ અને વર્ગશિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વાલીઓએ પોતાનાં સંતાનોના અભ્યાસ, હાજરી અને સર્વાંગી વિકાસ અંગે શિક્ષકગણ સાથે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકગણ દ્વારા વાલીઓને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના સેક્રેટરીશ્રી શીતલ પટેલ, તમામ ટ્રસ્ટીશ્રીઓ તેમજ સ્પેક મેનેજમેન્ટ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.