પાટણ – ડીસા હાઈવે પર વાગડોદ ખાતે ‘રાજવી CNG સ્ટેશન અને રાજવી ફ્યુઅલ સ્ટેશન’ નો ભવ્ય શુભારંભ :ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે 

ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્ઘાટનસબ ટાઈટલ:સાબરમતી ગેસ લિમિટેડ અને નાયરા એનર્જીના સંયુક્ત સાહસથી શરૂ થયેલા આધુનિક પેટ્રોલ પંપથી સ્થાનિક નાગરિકો અને હાઈવેના વાહનચાલકોને મળશે ઉત્તમ સુવિધા

ડીસા હાઈવે સ્થિત વાગડોદ ખાતે સાબરમતી ગેસ લિમિટેડ અને નાયરા એનર્જીના ‘રાજવી સીએનજી સ્ટેશન અને રાજવી ફ્યુઅલ સ્ટેશન’ નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.આ શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને રિબન કાપીને નવા સ્ટેશનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે આયોજક પરિવારને નવા સાહસ બદલ ખૂબ-ખૂબ અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિ માટે હાર્દિક મંગલકામનાઓ પાઠવી હતી.આ નવું ફ્યુઅલ તેમજ સીએનજી સ્ટેશન સ્થાનિક નાગરિકો અને હાઈવે પરથી પસાર થતા હજારો વાહનચાલકો માટે અત્યંત સુવિધાજનક સાબિત થશે. હવે આ વિસ્તારના લોકોને પેટ્રોલ, ડીઝલ અને સીએનજી માટે દૂર સુધી જવું નહીં પડે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્ટેશનથી વિસ્તારના વિકાસને પણ નવી ગતિ મળશે.

મહાનુભાવોની ઉપસ્થિતિઆ શુભ પ્રસંગે દાંતા તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ બારડ (મોટાસડા), આયોજક શ્રી પરબતસિંહ રાજપૂત, શ્રી રાજદીપસિંહ રાજપૂત તેમજ શ્રી ગીરીશભાઈ મોદી, શ્રી રમેશભાઈ દેસાઈ, શ્રી મહેશભાઈ દેસાઈ, શ્રી દશરથસિંહ રાજપૂત, શ્રી મહિપતસિંહ રાજપૂત, શ્રી મદારસિંહ રાજપૂત, શ્રી જશુભાઈ પટેલ, શ્રી છગુજી રાજપૂત, શ્રીમતી ચેતનાબા રાજપૂત, શ્રી વિનુભાઈ પ્રજાપતિ, શ્રી કાનજીભાઈ દેસાઈ, શ્રી અમિતભાઈ, શ્રી બાલસંગજી, શ્રી વિજયભાઈ મકવાણા, શ્રી બલદેવસિંહ રાજપૂત, શ્રી અમરતભાઈ દેસાઈ, શ્રી શર્માજી ઠાકોર, શ્રી ગુલાબસિંહ રાજપૂત, શ્રી જાવેદભાઈ પઠાણ સહિતના આગેવાનો, મહાનુભાવો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *