નવા ઇતિહાસ સાથે મોરબી જીલ્લાની પાંચેય તાલુકા પંચાયતમા ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું

મહેશ સિંઘવ

મોરબી જીલ્લામાં આજે પાંચ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી જેના માટે ભાજપ દ્વારા સત્તાવાર રીતે તેના હોદેદારોના નામ જાહેર કરી દીધા હતા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી પછી પહેલી વખત ભાજપ સત્તા ઉપર આવેલ છે ત્યારે નવા ઇતિહાસ સાથે સત્તાવાર રીતે આજે ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું છે

મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી જેમાં ભાજપના ઉમેદવારો વિજેતા બનેલા છે જેથી ભાજપે હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાનું સુકાન સંભાળ્યું છે જેમાં મોરબી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રમાબેન કાનજીભાઈ ચાવડા અને ઉપપ્રમુખ તરીકે મીનાબા વિક્રમસિંહ ઝાલા, કારોબારી અધ્યક્ષ તરીકે રાકેશભાઈ કાવર, શાસકપક્ષના નેતા તરીકે દેવદાનભાઈ સવસેટા અને દંડક તરીકે ગીતાબેન હર્ષદભાઈ પાંચોટિયાને જવાબદારી સોપવામાં આવી છે હળવદ તાલુકા પંચાયતમાં પ્રમુખ બકુબેન નાનુભાઈ પઢીયાર અને ઉપપ્રમુખ નિલેશભાઈ ધનજીભાઈ ગામી વિજેતા બનેલા છે તો ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખ પુષ્પાબેન કામરીયા અને ઉપપ્રમુખ નિમુબેન ડાંગર વિજેતા બનેલા છે તેવી જ રીતે માળીયા મિયાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ રમેશભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ સવજીભાઈ કારોરીયા બનેલા છે અને વાંકાનેર તાલુકા પંચાયતમાં આજે આઝાદીના આટલા વર્ષો પછી ભાજપ સત્તામાં આવેલ છે અને પ્રમુખ તરીકે વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે ભુમિકાબેન અજયભાઇ વિંઝવાડીયા ચૂંટાયા છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *