અજય ખત્રી,માંડવી
માંડવી તાજેતરમાં ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની સાથે માંડવી નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાયેલ હતી માંડવી નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠકો પૈકી ૩૧ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવ્યો હતો. ત્યારે આજે માંડવીના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ માંડવી નગરપાલિકા કચેરીએ ચુંટાયેલા નવનિયુકત સદસ્યોને શુભેચ્છા પાઠવી હતી.
માંડવી નગરપાલિકાના અધ્યક્ષા હેતલબેન સોનેજી, ઉપાધ્યક્ષ પ્રેમજીભાઈ કેરાઈ , જિજ્ઞાબેન હોદાર , માંડવી શહેર ભા.જ.પ. વતી પ્રમુખ દેવાંગભાઈ દવે વગેરેએ ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાનું પુષ્પગુચ્છ , સુતરની આંટી તેમજ કચ્છી સાલથી સન્માન કર્યું હતું . આ પ્રસંગે ધારાસભ્યશ્રી જાડેજાએ જણાવ્યું હતું કે , માંડવી શહેરના મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુકી વિજય અપાવ્યો છે ત્યારે પ્રર્વતમાન ચુંટાયેલા સભ્યોએ પોતાના વિસ્તારમાં બાકી રહી ગયેલા વિકાસ કામોને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું . શહેરનો વિકાસ તેજ ગતિએ થાય તે માટે ભુતપુર્વ ચુંટાયેલ બોડી , સ્થાનિક ભા.જ.પ.ના પદાધિકારીઓને સાથે રાખવા તાકીદ કરી હતી . ભુતકાળમાં ચોમાસા દરમ્યાન માધવ નગર તેમજ રામેશ્વર ઝુંપડપટીમાં વરસાદી પાણી ભરાય છે .
જેને પગલે રહેવાસીઓને ખુબ જ તકલીફ ઉભી થાય છે . ત્યારે આ બંને વિસ્તારોમાં ભુગર્ભ ગટર સંપ બનાવવા માટે નગરપાલિકા કક્ષાએથી એસ્ટીમેન્ટ , પ્લાન , નકશા તૈયાર કરી વહિવટી મંજુરી અર્થે જિલ્લા કક્ષાએ રજુ કરવા જણાવ્યું હતું . શુભેચ્છા મુલાકાત દરમ્યાન નવનિયુકત સદસ્યો પુર્વ અધ્યક્ષ મેહુલભાઈ શાહ , વિનોદભાઈ થાનકી , માંડવી શહેર ભાજપના સંગઠનના પદાધિકારીઓ , હેડ કલાર્ક કાનજીભાઈ શિરોખા , કર્મચારીગણ વજેશ પારિયા , પરેશભાઈ ભટ , મેહુલ ભટ્ટ, ભુપેન્દ્ર સલાટ , રાયશી મહેશ્વરી , વગેરે હાજર રહયા હતા .







