જામકંડોરણા શ્રી રાજપુત કરણી સેના એ જેતલસર ગામ ની દીકરી સૃષ્ટિ ને ન્યાય અપાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું.

જામકંડોરણા શ્રી રાજપુત કરણી સેના એ જેતલસર ગામ ની દીકરી સૃષ્ટિ ને ન્યાય અપાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું.
શ્રી રાજપુત કરણી સેના જામકંડોરણા દ્વારા આ ઘટના ને સખત શબ્દો માં વખોડી કાઢવામાં આવી.

રાજકિટ જિલ્લા ના જેતપુર તાલુકા ના જેતલસર ગામની દીકરી સૃષ્ટિ રૈયાણી ઉપર અસામાજિક લુખ્ખા તત્વ દ્વારા છરી ઓ ના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી અને દીકરી ના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.આ ઘટના થી સમગ્ર સમાજ માં ચિંતા અને અસુરક્ષા નું વાતાવરણ ઉભું થયુ છે.આ ઘટના ને શ્રી રાજપૂત કરણી સેના જામકંડોરણા સખત શબ્દો માં વખોડી કાઢે છે.તેમજ આ ઘટના ને લઈ ને આરોપીઓ નો કોર્ટમાં ઝડપથી કેસ ચાલે અને કડક માં કડક સજા થાય તે માટે સ્પેશ્યલ કોર્ટ ની રચના કરવા અમારી માંગણી છે.આ આવેદનપત્ર અપવા શ્રી રાજપૂત કરણી સેના જામકંડોરણા પ્રમુખ હરપાલસિંહ જાડેજા પાદરિયા, ગૌ સેવા સમિતી જામકંડોરણા ના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડી,જામકંડોરણા રાજપૂત સમાજ ના ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા,રાજપૂત કરણી સેના ઉપપ્રમુખ અશોકસિંહ જાડેજા ચરેલ,કરણી સેના ઉપપ્રમુખ અને પીપળીયા સરપંચ સહદેવસિંહ જાડેજા, કરણી સેના મંત્રી અને યુવા ભાજપ મહામંત્રી સિદ્ધરાજસિંહ જાડેજા ચરેલ,ક્ષત્રિય સમાજ ના વડીલ આગેવાન ઉમેદસિંહ જાડેજા પીપળીયા એ હાજરી આપી હતી(.રિપોર્ટ હરપાલસિંહ જામકંડોરણા)

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM