યાત્રાધામ ડાકોરમાં ચાલુ વર્ષે ફાગણી પૂનમ અને ધુળેટીના દિવસે દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ

રિપોર્ટ : રાકેશ મકવાણા (ખેડા)

ડાકોર ધામમાં હોળી-ધૂળેટી પર્વ એટલે કૃષ્ણમય બનતા ભાવિકજનોનો મહેરામણ ઉમટવાનો અવસર. પરંતુ કોરોના વાયરસના વધતા સંક્ર્મણનના  કારણે આ વર્ષે ડાકોર મંદિરમાં હોળી-ધૂળેટી પર્વે દર્શનાર્થીઓને આવવા પર પ્રતિબંધ મૂકાયો છે.

દર વર્ષ હોળી પર્વ અગાઉ ગુજરાત તેમજ અન્ય રાજયમાંથી પણ પદયાત્રીઓ ડાકોર પહોંચવા આતૂર બનતા હોય છે. ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરમાં તા. ૨૭થી ૨૯ માર્ચ સુધી દર્શનાર્થીઓનો મંદિર પ્રવેશ બંધ  રહેશે. જો કે ડાકોર મંદિરના  મેનેજર અને આગેવાની સેવકભાઈઓ દ્વારા આ દિવસો દરમ્યાન મંદિરની અંદર પ્રભુની  પૂજા-અર્ચના, વિવિધ ભોગ અર્પણ સહિતની પરંપરાગત પૂજા- અર્ચનાનો સમય નિયત કરાયો છે આ દિવસો દરમ્યાન મંદિર પ્રવેશ બંધ હોવાથી ધ્વજા ચઢાવવા ઇચ્છુક વૈષ્ણવોએ મંદિર બહાર ઉભા કરાયેલ ધ્વજા કેન્દ્ર ખાતે પોતાની ધ્વજા જમા કરાવવા અનુરોધ કરાયો છે જોકે તા 30 માર્ચથી 2 એપ્રિલ 2021 દરમ્યાન દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલવામાં આવનાર છે  આ દિવસો દરમ્યાન સવારે ૬ વાગ્યે નિજ મંદિર ખુલી ૬-૧૫ મંગળા આરતી તથા  ૮-૩૦ સુધી દર્શન, ખુહલા રહેશે. ૮-૩૦થી ૯ દરમ્યાન પ્રભુ ત્રણેય  ભોગ આરોગવા ટેરામાં બિરાજશે, દર્શન બંધ રહેશે. સવારે ૯થી ૧૦-૩૦  દરમ્યાન દર્શન ખુલ્લા રહેશે. ૧૦-૩૦ થી ૧૧-૧૫ સુધી પ્રભુ રાજભોગ આરોગવા બિરાજશે, દર્શન બંધ રહેશે. ૧૧-૧૫ કલાકે રાજભોગ આરતી થઇ  અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે.બપોરે ૪ વાગે નિજ મંદિર ખુલી ૪-૧૫ કલાકે ઉત્થાપન આરતી થઈને નિત્યક્રમ અનુસાર શયનભોગ, સખડીભોગ  આરોગીનેપ્રભુ અનુકૂળતાએ પોઢી જશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *