અજય ખત્રી માંડવી
માંડવી નગરપાલિકા ના નગર અધ્યક્ષા ખુદ હેતલબેન ચેતનભાઈ સોનેજી આજરોજ લોકો ને નવી દિશા ની રાહ ચિંધતા તેઓ આજરોજ ઘેર થી સાઈકલ પર આવી ને નવ નિયુક્ત પદભાર સંભાળવા પહોંચ્યા હતા કમલમ “દૈનિક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતુ કે , દરેક વોર્ડ ના જન પ્રતિનિધિઓ અને ત્યાંના સ્થાનિક લોકો ના પ્રશ્નો ને વાંચા આપવા અને દરેક વિસ્તાર ને વિકાશિલ કામાઓ કરવા હું તથા મારી ટીમ ઓફ માંડવી કટિબદ્ધ છીએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભારત ના મુખ્ય રાજયો માં ગુજરાત ની સરસ સ્વચ્છતા અભિયાન વ્યવસ્થા કાર્ય ને ત્રીજો ક્રમ આપવામાં આવેલ છે ,
જ્યારે વિશેષ માં આપણું માંડવી શહેર જ્યારે પ્રવાસન ક્ષેત્રે એક નવી દિશા તરફ જઈ રહયું છે ત્યારે તેની સ્વરછતા જાળવવી એ શહેર ના દરેક લોકો ની ફરજ બની રહે છે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો બંદરીય શહેર માંડવી ગુજરાત નું એક એવું શહેર બને જે અહીંયા ના લોકો નગરને સાઈકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાઈકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી માંડવી નગર ના નગર અદયક્ષા હેતલ સોનેજી પોતાના કામો શક્ય હોય ત્યાં સુધી સાઈકલ ચલાવી નેજ કરતા હોય છે. આ રીત ની કાર્યક્ષૈલી દરેક નાગરિક અપનાવે તો બંદરીય શહેર માંડવી ગુજરાત ના અન્ય શહેરો ને નવી દિશા આપી શકશે. વિશેષ મા તેમને ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટી ની એક ખાસિયત એ છે કે કોઈ પણ કાર્યકર કોઈ પણ મહત્વ ના હોદા પર બિરાજમાન હોય તો પણ એ પક્ષ ના દરેક સામાન્ય કાર્યક્રર ની માફક જ લોકો ના કાર્યો સાથે જોડાયેલો રહે છે. ભારતીય જનતા પાર્ટીએ મારી કાર્યક્ષેલી પર વિશ્વાસ મૂકી પ્રજા ના હિત કાર્યો કરવાની તક આપેલ છે તે માટે હું મારા પક્ષ ના તમામ મોવડી મંડળ ના હોદેદારો , સાંસદશ્રી , ધારાસભ્યશ્રીઓ , મંત્રીઓ , મહામંત્રીઓ તથા મારા સ્થાનિક કાર્યકરો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું કે આ સર્વે લોકો ના અતાથ પરિશ્રમ ને કારણે આજરોજ મને આ પદ પ્રાપ્ત થયું છે.


