રાષ્ટ્રીય શહીદ દિન (તા. ૨૩-૦૩-૨૦૨૧)ના રોજ બ્રહ્માકુમારીઝ, સે. ૨૮ ખાતે ‘રાષ્ટ્રવાદી રક્તદાન શિબિર’નું આયોજન

નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એક્ટીવીસ્ટ તથા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સે.-૨૮ના સંયુક્ત ઉપક્રમે ઈન્ડીયન રેડક્રોસના સહયોગથી

ગાંધીનગર

નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એક્ટીવીસ્ટ તથા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સેક્ટર-૨૮ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શહીદ દીન, તા. ૨૩-૦૩-૨૦૨૧, મંગળવાર સવારે ૭.૦૦ ક્લાકે ‘સંવેદના’ નામક્‌ ‘રાષ્ટ્રવાદી રક્તદાન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર દેશમાં ૧૫૦૦ બ્લડ ડોનેશન કેમ્પ યોજવાના છે જેનું દિલ્લી ખાતે ઉદ્‌ઘાટન આદરણીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી કરવાના છે.બ્રહ્માકુમારીઝ, સેક્ટર-૨૮ ખાતે યોજાનારા આ બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્‌ઘાટન માનનીય શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ કરશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યનાં પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ તથા રાષ્ટ્રીય યુવા અગ્રણી માનનીય શ્રી અમીતભાઈ ઠાકર, મેયર શ્રીમતી રીટાબેન પટેલ તથા સામાજીક અગ્રણી માનનીય શ્રી રૂચીરભાઈ ભટ્ટ, નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એક્ટીવીસ્ટના ગુજરાત પ્રમુખ શ્રી સંજીવ મહેતા ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે કોર્પોરેટર શ્રીમતી હર્ષાબા ધાંધલ, શ્રીમતી બરખાબેન જહા, શ્રીમતી પ્રવિણાબેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આર્શીવચન બ્રહ્માકુમારીઝ, સે. ૨૮ના સંચાલિકારાજયોગીની બી.કે. કૈલાશ દીદી પાઠવશે.અત્રે ઉલ્લેખનીય છે કે વીર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ તથા દિવંગત્‌ પૂજ્ય દાદી હ્ય્દયમોહીનીજી (ગુલઝાર દીદી)ને શ્રધ્ધાંજલી કાળમાં ઉભી થતી રક્તની ઉણપની પૂર્તિ કરવાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે.સમગ્ર દેશમાં ૧૫૦૦ બ્લડ ડોનેશન કેમ્પ યોજાવાના છે જેનું ઉદ્‌ઘાટન દિલ્હી ખાતે આદરણીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી કરવાના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વીર શહિદ ભગતસિંહ, સુખદેવ તથા રાજ્યગુરુ તથા થોડા સમય પહેલા દેવનિશ્રામાં પોઢેલ સ્વ. દીદી ગુલઝાર દીદી (હ્ય્દય મોહિનીજી)ને શ્રધ્ધાંજલી આપવા સાથે કોરોના કાળમાં રક્તની ઉણપની પૂર્તિ કરવાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે.બ્રહ્માકુમારીઝ સેક્ટર-૨૮ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ઈન્ડીયન રેડક્રોસ, ગાંધીનગર જિલ્લો, નેશનલ ઈન્ટીગ્રેટેડ મેડીકલ એસોશીએશન, યુવા દિશા કેન્દ્ર, રોટરી ક્લબ ઓફ કેપિટલ – ગાંધીનગર, સૌરાષ્ટ્ર કચ્છ સેવા સમાજ, સંસ્કૃતિ સંસ્થા વગેરે જાેડાયેલી છે. સવારે ૭ થી બપોરે ૨ ક્લાક સુધી યોજાનારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા બી.કે. કૈલાશ દીદીએ આહ્‌વાન કર્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા રેડક્રોસનાં ચેરમેન શ્રી જીલુભા ધાંધલ, શ્રી કશ્યપ નિમાવત, રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના શ્રી પાર્થ ઠક્કર વગેરે જહેમત લઈ રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ૨૮ રાજ્યો, ૮ સંઘ પ્રદેશો, ૧૫૦૦ સ્થળોએ ૯૦૦૦૦ જેટલા બ્લડ યુનિટ ઉભા કરવામાં આવશે અને તેવી રીતે આ ગીનીઝ વર્લ્ડ બુકમાં તેની નોંધણી થશે.

સમગ્ર દેશમાં ૨૮ રાજ્યો, ૮ સંઘ પ્રદેશો, ૧૫૦૦ સ્થળોએ ૯૦૦૦૦ જેટલા બ્લડ યુનિટ ઉભા કરવામાં આવશે અને તેવી રીતે આ ગીનીઝ વર્લ્ડ બુકમાં તેની નોંધણી થશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *