રિપોર્ટ-કલ્પેશ કે. પુરાણી-નવસારી
નવસારીઃ
કામગીરી રાજય સરકાર દ્વારા કોવિડ-૧૯ વેકસીનેશનની ફ્રેઝ-૩ માં ૪૫ થી ૫૯ વયના ગંભીર બિમારી ધરાવતા અને ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યકિતઓ માટે રસીકરણ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે બીલીમોરા-ભાઠાના ૬૧ વર્ષીય નટવરભાઇ છનાભાઇ પટેલે વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.
નટવરભાઇ પટેલે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ જણાવ્યું હતું કે, દરેક વ્યકિતઍ વેકસીન મૂકાવી જાઇઍ. કોરોના વેકસીન સંપૂર્ણ સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર નથી. આપણે આપણી નહિ પરંતુ પરિવારની સલામતિને ધ્યાનમાં રાખી વેકસીન લેવુ ખૂબ જ આવશ્યક છે. સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ માસ્ક, સેનીટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન કરવા જણાવ્યું હતું.


