કતલખાને લઈ જવાના ઈરાદે બે બળદ ભરેલું ડાલું સાઠંબા પોલીસે ઝડપ્યું આરોપી ફરાર

  અરવલ્લી
                  અરવલ્લી જીલ્લાના ઈન્દ્રાણ ગામની સીમમાં સાઠંબા પોલીસની ગાડી જોઈ કતલખાને લઈ જવાના ઈરાદે બે બળદ ભરેલું ડાલું મુકી ચાલક ફરાર થઈ ગયાના અહેવાલ પ્રાપ્ત થયા થયા છે. વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથકના ઈન્દ્રાણ ગામની સીમમાં કતલખાને લઈ જવાના ઈરાદે બે બળદ ભરેલું ડાલું મુકી બે શખ્સો પોલીસની ગાડી જોઈને ફરાર થઈ ગયા હતા. સાઠંબા પોલીસે પીકપ ડાલા નંબર. જી જે ૧૬ ઝેડ ૦૨૨૧. માં મોઢે તથા પગના ભાગે ક્રુરતાપુર્વક બાંધેલી હાલતમાં બે બળદ ઘાસ પાણી રેતીની સગવડ વગર કતલખાને લઈ જવાના ઈરાદે લઈને જઈ રહ્યા હતા ત્યારે પેટ્રોલીંગમાં નિકળેલી સાઠંબા પોલીસની ગાડી જોઈ બે શખ્સ ફરાર થઈ ગયા હતા.સાઠંબા પોલીસે બે બળદ કિંમત રૂપિયા ૩૦.૦૦૦/- તથા મહીન્દ્રા પીકપ ડાલું મળી મળી કુલ રૂપિયા ૧,૫૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ફરાર બે શખ્સો વિરૃધ્ધ પશુ ધારા ક્રુરતા એક્ટ તથા એમ વી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *