શામળાજી નજીક ટેમ્પો ટ્રાવેલરમાંથી ૩૫.૮૬ લાખ ચરસનો જથ્થો ઝડપાયો : શામળાજી પોલીસ અને એસઓજી ટીમનું સંયુક્ત ઓપરેશન સફળ એક આરોપી પકડ્યો

      

          શામળાજી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરો માટે સ્વર્ગ સમાન છે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરો ગુજરાતમાં ઠાલવી રહ્યા છે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે.નં-૮ હવે માદક પદાર્થો ઘુસાડવા પણ સેફ હેવન હોય તેમ કાશ્મીર થી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઠાલવવા માટે ઉપયોગ થવા લગતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓના પણ આંટાફેરા વધી ગયા છે 

            શામળાજી પોલીસ અને એસઓજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીર થી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં ટેમ્પો ટ્રાવેલરના ગુપ્ત ખાનામાં સંતાડીને લવાતો ૨૩.૯૦૭ કી.ગ્રામનો ૩૫.૮૬ લાખથી વધુ રૂપિયાનો કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપી પાડી ટેમ્પો ટ્રાવેલર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ટેમ્પો ટ્રાવેલરમાં છુપાવેલ ચરસનો જથ્થો અમદાવાદમાં કોઈ ડીલરને આપવાનો હોવાનું રટણ ટેમ્પો ટ્રાવેલર ચાલક કરી રહ્યો છે 

      બુધવારે રાત્રે શામળાજી પોલીસ અને એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક ઠેર ઠેર નાકાબંધી અને પેટ્રોલિંગ હાથધરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમી આધારિત ટેમ્પો ટ્રાવેલર (ગાડી.નં.HR 69 D 3532 )ને  અટકાવી તલાસી લેતા ટેમ્પો ટ્રાવેલરના ઉપરના ભાગના ગુપ્ત ખાનામાં સંતાડેલ પ્લાસ્ટિકની ટેપ વીંટાળેલ પ્લાસ્ટિકના પેકેટ  કાશ્મીરી ચરસના પેકેટ મળી આવ્યા હતા જેનો કુલ વજન ૨૩.૯૦૭ કી.ગ્રામ કીં.રૂ.૩૫૮૫૦૫૦ /- ના જથ્થા સાથે કરણ ઉર્ફે કન્નુ પ્રહલાદસીંગ શર્મા  (રહે, સંતનગર દિલ્હી)ની ધરપકડ કરી ટેમ્પો ટ્રાવેલર,મોબાઇલ,રોકડ રકમ મળી કુલ રૂ.૪૫૯૬૩૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રાવેલર ચાલક અને ગુન્હામાં સંડોવાયેલ શખ્શો સામે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ ગુન્હો નોંધી ઝડપાયેલા શખ્શને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાશ્મીરી ચરસ ભરી આપનાર અને ડીલેવરી મેળવનાર ડ્રગ માફિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

     શામળાજી પોલીસ અને એસઓજીની સંયુક્ત ઓપરેશનમાં કારમાંથી ઝડપાયેલ ૩૫.૮૬ લાખનો જથ્થો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો અને ગુજરાતમાં યુવાનોને નશાના રવાડે ચઢાવી નશાનો કાળો કારોબાર ચલાવનાર રેકેટનો પર્દાફાશ કરવા મથામણમાં લાગી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *