અરવલ્લી જિલ્લામાં પોતાના વિસ્તાર ગણાતા હોય તેવા દરેક વિકાસના કામો કરતા રાજ્ય કક્ષા ના મંત્રી રમણભાઈ પાટકર

અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના પ્રભારી મંત્રી તરીકે ની રાજ્ય સરકારે જવાબદારી સોંપી ત્યારથીજ અરવલ્લી જિલ્લો પોતાનો મતવિસ્તારમાં હોય તેવા કર્યો કરવામાં હમેશા અગ્રેસર રહ્યા કોરોના મહામારી માં પણ કોઈપણ પ્રકારની તકલીફો નહિ પડે તેવા તમામ પ્રયત્નો સંઘઠન અને ચૂંટાયેલા હોદ્દેદારો ને સાથે રાખી વિકાસ ના આરોગ્ય પીવા ના પાણી જેવી એનેક કાર્યો કરવા માટે તૈયાર રહ્યા છે
” રાજ્ય કક્ષા નાં વન અને આદિજાતિ વિકાસ મંત્રી અને અરવલ્લી જીલ્લા નાં પ્રભારી મંત્રી શ્રી. રમણ ભાઈ પાટકર એ એક નિવેદન માં જણાવેલ કે હાલ માં કોરોના મહામારી ને લઇ ને સમગ્ર દેશ અને રાજ્ય માં વિષમ પરીસ્થિતિ ઉત્પન્ન થવા પામેલ છે , કેન્દ્ર સરકાર , રાજ્ય સરકાર , જીલ્લા વહીવટી તંત્ર સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ અને ભાજપ નુ સમગ્ર સંગઠન આ કટોકટી ની ઘડીએ તમામ નાં પ્રયાસો પ્રજા ની પડખે રહી કોરોના થી અસરગ્રસ્ત થયેલ દર્દીઓ માટે સહાયરૂપ થવા નિષ્ટાપૂર્વક સેવા કાર્ય કરી રહેલ છે ,અચાનક કોરોના મહામારી એ ભયાનક સ્વરૂપ ધારણ કરી માનવજીવન ને હચમચાવી મુકેલ છે ,અત્યાર નાં સંજોગો માં સંયમ , સતર્કતા , સજાગતા , ધૈર્ય અને શાંતિ થી પોતાનું અને પોતાના પરીવાર ની સંભાળ રાખવા વિનંતી છે,માસ્ક પહેરવાનું , સામાજિક અંતર રાખવાનું , સાબુ કે સેનેટરાઇજ થી હાથ વારંવાર સાફ કરશો , બીન જરૂરી ઘર બહાર ન નીકળવા વિનંતી , કોરોના ને નાથવા વેકસીન નાં ડોઝ અવશ્ય લેશો ,આપણા અરવલ્લી જીલ્લા નુ તમામ સ્તર નું સંગઠન , તાલુકા – જિલ્લા પંચાયત નાં તમામ સભ્યશ્રીઓ , નગરપાલિકાઓ નાં તમામ નગરસેવકો સક્રિયતા થી સેવાકાર્ય માં સામેલ થયેલ છે અને વહીવટીતંત્ર સાથે તાલમેલ થી અસરકારક સેવાકાર્ય કરી રહેલ છે તેનો જિલ્લા વહીવટીતંત્ર નાં અધિકારીશ્રીઓ , ભાજપ સંગઠન નાં પદાધિકારીશ્રીઓ , નગરપાલિકા નાં પ્રમુખ , જીલ્લા , તાલુકા નાં પ્રમુખ વિગેરે સાથે ની વાતચીત થી હું વાકેફ છું .હું આ ક્ષણે સૌનો આભાર માનુ છું અને આપણે સૌ આ કોરોના મહામારી ને પ્રજા નાં સાથ સહકાર થી નાથી શકીશુ , ને ત્યાં સુધી સેવાકાર્ય કરતા રહીશું , પ્રજા જીવન ટૂંક સમય માંજ રાબેતા મુજબ થઈ જશે તેવો મને પૂર્ણ વિશ્વાસ છે
.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *