કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની ગ્રાન્ટમાંથી ગાંધીનગરના કલોલ તાલુકા માટે મોબાઇલ લેબોરેટરી ટેસ્ટીંગ વાન અપાઇ

ગાંધીનગર: હાલમાં કોરોનાના વધતા જતાં કેસોની પરિસ્થિતિ ધ્યાને લઈ ગાંધીનગરના સંસદ સભ્ય અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના ફંડમાથી કલોલ તાલુકા માટે મોબાઇલ લેબોરેટરી ટેસ્ટીંગ વાન ફાળવવામાં આવી છે.આ મોબાઇલ લેબોરેટરી ટેસ્ટીંગ વાનમાં એન્ટ્રીફ્યુઝ મશીન, બ્લડ સેલા કાઉંટર મશીન, બાયો કેમીસ્ટ્રી એનાલાઇઝર જેવી અધતન સુવિધાઓ ઉપલબ્ધ છે આગામી સમયમાં ગામે ગામ રૂટ પ્લાન અનુસાર આ મોબાઇલ લેબોરેટરી ટેસ્ટીંગ વાન દ્વારા જરૂરીયાત મંદ લાભાર્થીઓને તેમના ઘર આંગણે જરૂરી તમામ લેબોરેટરી તપાસ જેવી જે હિમોગ્રામ, ટોટલલ્ડ કાઉન્ટ, આર.ટી.પી.સી.આર ટેસ્ટ, એલ.એફ.ટી., આર.એફ.ટી. હિમોગ્રામ, યૂટમાં એક્ષામિનેશન જેવી વિવિધ ટેસ્ટીગની સુવિધાઓ તાલીમ બધ સ્ટાફ દ્વારા પુરી પાડવામાં આવશે. જેથી ગ્રામ્ય કક્ષાએ લાભાર્થીઓને સમયસર ટેસ્ટીંગ સેવાઓનો લાભ મળી રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *