વોર્ડ બોય્ઝ, સફાઈ સેવકો સાર સંભાળ લેનારાઓ તેમજ દર્દીઓના સ્વજનો સાથે ડો.વિનોદ રાવે સંવાદ કર્યો વડોદરા શહેરમાં હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન સહિતના નિરીક્ષણ માટે ફરજ પરના ખાસ અધિકારી ડો. વિનોદ રાવ આખી રાત જાગ્યા હતા. તેઓએ પહેલા કલેક્ટર કચેરી ખાતે મિટીંગ કરી હતી. ત્યાર બાદ રાત્રે 8.30 કલાકે ગોત્રી હોસ્પિટલ ખાતે ક્વિક રિસ્પોન્સ સેન્ટર માટે બની રહેલા ડોમ નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું. રાત્રે 1:30 વાગ્યે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ રાત્રે 2 વાગ્યે નવલખી મેદાન ખાતે ઓક્સિજન રિફીલિંગ સુવિધાની મુલાકાત લીધી હતી અને છેલ્લે રાત્રે અઢી વાગ્યે સમરસ કોવિડ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી અને ડોક્ટર્સ, વોર્ડ બોય્ઝ, સફાઈ સેવકો અન્ય સાર સંભાળ લેનારાઓ તેમજ દર્દીઓના સ્વજનો સાથે પણ સંવાદ કર્યો હતો.
,રીપોર્ટ= સિકંદર પઠાણ- કરજણ


